Gujarat Election Boycott: મહેસાણાના દેલા ગામે હજુ સુધી એક પણ મત ન પડતા તંત્રમાં દોડધામ

Gujarat Election Boycott: મહેસાણાના દેલા ગામે હજુ સુધી એક પણ મત ન પડતા તંત્રમાં દોડધામ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Mehsana Voting Boycott: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ચૂંટણી પંચ દ્વારા તેમજ નેતાઓ દ્વારા તમામ મતદાતાઓને પોતાના મતાધિકારનો ઉપીયોગ કરવા માટે જાગૃત કરવામાં આવી આવી રહ્યા છે. ત્યારે ચૂંટણી પ્રક્રિયા વચ્ચે મહેસાણા અને ભાવનગર જિલ્લાના બે ગામોએ તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. મહેસાણા પાસે આવેલા દેલા ગામે સવારથી જ મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગામમાં આવેલા મતદાન મથકો પર સન્નાટો છવાયેલો છે અને હજુ સુધી એક પણ મતદાર પોતાનો મત આપવા પહોંચ્યો નથી.

ગ્રામજનોનો આરોપ છે કે લાંબા સમયથી તેમની પાયાની જરૂરિયાતો અને પડતર પ્રશ્નો બાબતે રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે આ વખતે ‘નો વોટ’ની રણનીતિ અપનાવવામાં આવી છે.

મતદાન બહિષ્કારને લઈ આખું ગામ એકજૂથ થયું

નોંધનિય છે કે, મહેસાણા મનપામાં દેલા ગામનો સમાવેશ કરવામાં આવતા ગ્રામજનોમાં લાંબા સમયથી રોષ હતો. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તેમને મનપામાંથી દૂર કરવામાં આવે. આ માગણી સંતોષાય ન હોવાથી આજે આખું ગામ એકજૂથ થયું છે અને સંપૂર્ણ બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે.

જામનગરમાં લગ્ન પહેલા કન્યા પહોંચી મતદાન મથકે, કહ્યું-‘પહેલા મતદાન, પછી લગ્ન’

બીજી તરફ ભાવનગરના પણ એક ગામમાં આવી જ સ્થિતિ જોવા મળી છે. ત્યાં પણ ગ્રામજનોએ એકસંપ થઈને મતદાનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ ગામ લોકોને સમજાવવા માટે દોડી ગયા છે, પરંતુ ગ્રામજનો પોતાની માંગણીઓ પર મક્કમ દેખાઈ રહ્યા છે. 

ચૂંટણીના દિવસે આ પ્રકારે બે અલગ-અલગ જિલ્લામાં મતદાન બહિષ્કારની ઘટનાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *