જીવનશૈલી | રેસીપી | પનીર બીટરૂટ રાઈસ (Paneer Beetroot Rice) એ એક એવી રેસીપી છે જે દેખાવમાં જેટલી આકર્ષક છે, ખાવામાં તેટલી જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. બીટરૂટનો સુંદર ગુલાબી કલર અને પનીરના નરમ ટુકડાઓ આ રાઈસને બાળકો અને મોટા દરેકના ફેવરિટ બનાવી દેશે.
જો તમારા બાળકો બીટરૂટ ખાતા ન હોય, તો આ રેસીપી બેસ્ટ છે કારણ કે તેમાં બીટરૂટનો સ્વાદ બિલકુલ ખબર પડતી નથી, એ પુલાવમાંથી પ્રોટીન અને હિમોગ્લોબીન પણ મળી રહે છે.
પનીર બીટરૂટ રાઈસ રેસીપી
સામગ્રી
50 ગ્રામ પનીર
1 તમાલપત્ર
2 લીલી એલચી
1/2 ચમચી જીરું
1 નાના તજનો ટુકડો
1 મોટી ડુંગળી સમારીને
1 ચમચી આદુ લસણની પેસ્ટ
સમારેલા ફુદીનાના પાન
કોથમીર
1 નાની બીટરૂટ છીણેલું
પલાળેલા ચોખા
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ પાણી
પનીર બીટરૂટ રાઈસ બનાવવાની રીત
50 ગ્રામ પનીરના નાના ટુકડા કરી લો. એક કઢાઈમાં થોડું તેલ કે ઘી નાખો પનીરને આછું સોનેરી થાય ત્યાં સુધી શેકી લો અને તેને એક પ્લેટમાં કાઢી લો.
તે જ કઢાઈમાં 1 તમાલપત્ર, 2 લીલી એલચી, ½ ચમચી જીરું, 1 નાનો તજનો ટુકડો અને 1 મોટી એલચી ઉમેરો. હવે તેમાં લાંબી સમારેલી ડુંગળી અને લીલા મરચાં ઉમેરી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
મહારાષ્ટ્રીયન ઠેચા પાવ રેસીપી, સ્પાઈસી, ક્રન્ચી અને સોફ્ટ બનશે!
તેમાં 1 ચમચી આદુ-લસણની પેસ્ટ નાખી 1-2 મિનિટ સાંતળો. ત્યારબાદ ઝીણા સમારેલા ફુદીનાના પાન, લીલા ધાણા, 1 નાનું છીણેલું બીટરૂટ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.
પહેલાથી પલાળેલા ચોખા ઉમેરો અને જેટલા ચોખા હોય તેનાથી બમણું પાણી નાખો. કઢાઈને ઢાંકી દો અને જ્યાં સુધી બધું પાણી બળી ન જાય ત્યાં સુધી ધીમા તાપે ચઢવા દો.
ચોખા ચઢી જાય એટલે તેમાં ફ્રાય કરેલું પનીર ઉમેરી હળવા હાથે મિક્સ કરો. તમારા ગરમાગરમ અને છૂટા પનીર બીટરૂટ રાઈસ તૈયાર છે.
