ટ્રમ્પનો અમેરિકાની નૌસેનાને ખુલ્લો આદેશ, કહ્યું – હોર્મુઝ સ્ટ્રેટમાં સુરંગ પાથરતી બોટને નષ્ટ કરો

ટ્રમ્પનો અમેરિકાની નૌસેનાને ખુલ્લો આદેશ, કહ્યું – હોર્મુઝ સ્ટ્રેટમાં સુરંગ પાથરતી બોટને નષ્ટ કરો

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Strait of Hormuz : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે તેમણે યુએસ નેવીને નિર્દેશ આપ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં લેન્ડમાઇન નાખવાનો પ્રયાસ કરતી કોઈપણ બોટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે આવી બોટને ખચકાટ વિના ગોળી મારવી જોઈએ.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા આ મામલે કોઇ ઢીલાશ રાખશે નહીં. તેમણે ઇશારામાં ઇરાનને નિશાન બનાવ્યું હતું અને દાવો કર્યો હતો કે તેમના નૌકાદળના તમામ 159 જહાજો સમુદ્રમાં ડૂબી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું હતું કે અમેરિકન માઇન સ્વીપર્સ હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાં સુરંગોને હટાવવા માટે કામ કરી રહ્યા છે અને તેમણે આ અભિયાનને ત્રણ ગણુ ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંથી એક

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંથી એક છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલનો મોટો હિસ્સો અહીંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં અહીં વધતા તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય તેલ પુરવઠા અને કિંમતો પર પડી છે. યુદ્ધ શરૂ થયા પછીથી જ અમેરિકા અને ઈરાન વચ્ચે આ દરિયાઈ માર્ગને લઈને તણાવ સતત વધી રહ્યો છે. ભારત સહિત અન્ય દેશોને પણ આના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં 20 થી વધુ માઇન નાખ્યા હોવાના અહેવાલ

અહેવાલો અનુસાર ઇરાને આ જળમાર્ગમાં 20 થી વધુ માઇન નાખી હોઈ શકે છે, જેમાંથી કેટલાક જીપીએસ ટેકનિક દ્વારા નિયંત્રિત છે. જેના કારણે તેને શોધવી અને નિષ્ક્રિય કરવી વધુ મુશ્કેલ થઇ જાય છે. પેન્ટાગોને યુએસ કોંગ્રેસને જાણ કરી છે કે આ માઇનને સંપૂર્ણપણે દૂર કરવામાં છ મહિના સુધીનો સમય લાગી શકે છે. આ વિલંબ અંગે અમેરિકન સાંસદોમાં ચિંતા અને નારાજગી બંને જોવા મળી રહી છે, કારણ કે તે લાંબા સમય સુધી ઊર્જાના ભાવને ઊંચી રાખી શકે છે.

જોકે પેન્ટાગોને બાદમાં કેટલાક અહેવાલોને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે છ મહિના માટે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવો અશક્ય અને અસ્વીકાર્ય છે. ઇરાને આ જળમાર્ગ ખોલવાને યુએસ નૌકાદળના નાકાબંધી હટાવવા સાથે જોડ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે ઇરાને તેની પરમાણુ પ્રવૃત્તિઓ છોડી દેવી પડશે અને જળમાર્ગને સંપૂર્ણ રીતે ખોલવો પડશે ત્યારે જ આ ક્ષેત્રમાં શાંતિ શક્ય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *