IPL 2026, MI vs PBKS LIVE : આઈપીએલ 2026, પ્રભસિમરન સિંહની આક્રમક બેટિંગ

IPL 2026, MI vs PBKS LIVE : આઈપીએલ 2026, પ્રભસિમરન સિંહની આક્રમક બેટિંગ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Mumbai indians vs Punjab kings Scorecard, MI vs PBKS LIVE Rating: આઈપીએલ 2026 ની 24મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે આપેલા 196 રનના પડકાર સામે પંજાબ કિંગ્સે 9.3 ઓવરમાં 2 વિકેટે 97 રન બનાવી લીધા છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 

બન્ને ટીમો આ પ્રમાણે છે

મુંબઈ ઇન્ડિયન્સ :  ક્વિટોન ડી કોક, રેયાન રિકલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, શેરફેન રુધરફોર્ડ, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, મયંક રાવત, જસપ્રીત બુમરાહ.

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાક.

  • Apr 16, 2026 22:04 IST

    MI vs PBKS LIVE : કૂપર કોનોલી 17 રને આઉટ

    કૂપર કોનોલી 12 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 17 રને કેચ આઉટ થયો. પંજાબે 45 રને બીજી વિકેટ ગુમાવી.

  • Apr 16, 2026 21:47 IST

    MI vs PBKS LIVE : પ્રિયાંશ આર્યા 15 રને આઉટ

    પ્રિયાંશ આર્યા 9 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 15 રન બનાવી કેચ આઉટ થયો. પંજાબે 27 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Apr 16, 2026 21:23 IST

    MI vs PBKS LIVE : પંજાબ કિંગ્સને 196 રનનો પડકાર

    આઈપીએલ 2026 ની 24મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટે 195 રન બનાવી લીધા છે. પંજાબ કિંગ્સને જીતવા માટે 196 રનનો પડકાર મળ્યો છે.  ડી કોક 60 બોલમાં 8 ફોર અને 7 સિક્સર સાથે 11ર રન બનાવી અણનમ રહ્યો છે.  આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 

  • Apr 16, 2026 21:15 IST

    MI vs PBKS LIVE : ડી કોકની સદી

    ક્વિન્ટોન ડી કોકે શાનદાર બેટિંગ કરતા 53 બોલમાં 7 ફોર અને 7 સિક્સર સાથે સદી ફટકારી. 

  • Apr 16, 2026 21:14 IST

    MI vs PBKS LIVE : હાર્દિક પંડ્યા 14 રને આઉટ

    હાર્દિક પંડ્યા 12 બોલમાં 1 સિક્સર સાથે 14 રને જાન્સેનની ઓવરમાં આઉટ થયો. જ્યારે રુથરફોર્ડ 5 બોલમાં 1 રને અર્શદીપ સિંહનો શિકાર બન્યો.

  • Apr 16, 2026 20:51 IST

    MI vs PBKS LIVE : નમન ધીર 50 રને આઉટ

    નમન ધીર 31 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે 50 રન બનાવી શશાંક સિહની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 134 રને ત્રીજી વિકેટ ગુમાવી.

  • Apr 16, 2026 20:39 IST

    MI vs PBKS LIVE : નમન ધીરની અડધી સદી

    નમન ધીરે શાનદાર બેટિંગ કરતા 29 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

  • Apr 16, 2026 20:27 IST

    MI vs PBKS LIVE : ડી કોકની અડધી સદી

    ક્વિન્ટોન ડી કોકે 28 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી. મુંબઈએ 10.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

  • Apr 16, 2026 19:50 IST

    MI vs PBKS LIVE : અર્શદીપ સિંહે એક ઓવરમાં 2 વિકેટ ઝડપી

    રેયાન રિકલ્ટન 8 બોલમાં 2 રને અને સૂર્યકુમાર યાદવ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના અર્શદીપ સિંહનો શિકાર બન્યા. મુંબઈએ 12 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી. અર્શદીપ સિંહે એક ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી.

  • Apr 16, 2026 19:29 IST

    MI vs PBKS LIVE : ઇજાને કારણે રોહિત શર્મા બહાર

    ઇજાને કારણે રોહિત શર્મા મેચમાંથી બહાર છે. મયંક રાવતને તક મળી છે. ક્વિન્ટોન ડી કોકનો પણ પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરાયો છે.

  • Apr 16, 2026 19:14 IST

    MI vs PBKS LIVE : મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન

    મુંબઈ ઇન્ડિયન્સ : ક્વિટોન ડી કોક, રેયાન રિકલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, શેરફેન રુધરફોર્ડ, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, મયંક રાવત, જસપ્રીત બુમરાહ.

  • Apr 16, 2026 19:10 IST

    MI vs PBKS LIVE : પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

    પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાક.

  • Apr 16, 2026 19:05 IST

    MI vs PBKS LIVE : પંજાબે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2026 ની 24મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

  • Apr 16, 2026 18:31 IST

    MI vs PBKS LIVE : રોહિત શર્મા આ મેચમાં રમે તેવી શક્યતા ઓછી છે

    ચારમાંથી ત્રણ મેચ હારી ચૂકેલી મુંબઈને જીતની ખૂબ જ જરૂર છે. જોકે તેમને મજબૂત પંજાબ તરફથી મુશ્કેલ પડકારનો સામનો કરવો પડશે. પંજાબ હાલમાં પોઈન્ટ ટેબલમાં સાત પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. બીજી તરફ મુંબઈ ફક્ત બે પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. રોહિત શર્મા આ મેચમાં રમે તેવી શક્યતા ઓછી છે.

  • Apr 16, 2026 17:57 IST

    MI vs PBKS LIVE : આજે મુંબઈ વિ પંજાબ વચ્ચે મેચ

    આઈપીએલ 2026 ની 24મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *