IPL 2026 Kolkata Knight Riders vs Punjab Kings Scorecard, KKR vs PBKS Rating : આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેનો મુકાબલો વરસાદના કારણે રદ થયો છે. મેચ રદ થતા બન્ને ટીમોને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યા છે. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 3.4 ઓવરમાં 2 વિકેટે 25 રન બનાવી લીધા હતા. તે સમયે વરસાદ પડ્યો હતો અને મેચ રદ કરવામાં આવી હતી. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં કેકેઆરના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
કોલકાતા નાઇટ રાઇડર્સ : ફિન એલન, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, કેમરુન ગ્રીન, રોવમન પોવેલ, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, નવદીપ સૈની, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી.
પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાક.
-
Apr 06, 2026 23:07 IST
KKR vs PBKS LIVE : કેકેઆર અને પંજાબ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ, બન્ને ટીમોને 1-1 પોઇન્ટ
આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેનો મુકાબલો વરસાદના કારણે રદ થયો છે. મેચ રદ થતા બન્ને ટીમોને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યા છે. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 3.4 ઓવરમાં 2 વિકેટે 25 રન બનાવી લીધા હતા. તે સમયે વરસાદ પડ્યો હતો અને મેચ રદ કરવામાં આવી હતી. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં કેકેઆરના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
-
Apr 06, 2026 20:04 IST
KKR vs PBKS LIVE : વરસાદે મેચ અટકાવી
વરસાદના કારણે હાલ મેચ અટકાવવામાં આવી છે. કેકેઆરે 3.4 ઓવરમાં 2 વિકેટે 25 રન બનાવી લીધા છે. અજિંક્ય રહાણે 8 અને અંગક્રિશ રઘુવંશી 7 રને રમતમાં છે.
-
Apr 06, 2026 19:46 IST
KKR vs PBKS LIVE : કેકેઆરે 16 રને બે વિકેટ ગુમાવી
ફિન એલન 7 બોલમાં 1 ફોર સાથે 6 રને અને કેમરુન ગ્રીન 2 બોલમાં 1 ફોર સાથે 4 રને બાર્ટલેટનો શિકાર બન્યા. કેકેઆરે 16 રને બે વિકેટ ગુમાવી.
-
Apr 06, 2026 19:10 IST
KKR vs PBKS LIVE : પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાક.
-
Apr 06, 2026 19:09 IST
KKR vs PBKS LIVE : કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન
ફિન એલન, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, કેમરુન ગ્રીન, રોવમન પોવેલ, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, નવદીપ સૈની, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી.
-
Apr 06, 2026 19:04 IST
KKR vs PBKS LIVE : કેકેઆરે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026 ની 12 મી મેચમાં પંજાબ કિંગ્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Apr 06, 2026 18:27 IST
KKR vs PBKS LIVE : મેચમાં વરસાદની સંભાવના
કેકેઆર અને પંજાબ વચ્ચેની મેચમાં વરસાદની સંભાવના છે. કોલકાતાના હવામાનની વાત કરીએ મેચની શરૂઆતથી મેચના અંત સુધી 50 ટકાથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારથી પિચને સતત ઢાંકીને રાખવામાં આવી છે. ભારે પવન સાથે વાવાઝોડાની પણ શક્યતા છે.
-
Apr 06, 2026 17:41 IST
KKR vs PBKS LIVE : આજે પંજાબ વિ કોલકાતા વચ્ચે મુકાબલો
આઈપીએલ 2026 ની 12 મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. કોલકાતા પ્રથમ જીતની શોધમાં તેનો બન્ને મેચમાં પરાજય થયો છે. બીજી તરફ પંજાબે બન્ને મેચમાં જીત મેળવી છે.
