તમારા શરીરમાં પાણીની ઉણપ તો નથીને, આ 5 સંકેતોથી ઓળખો

તમારા શરીરમાં પાણીની ઉણપ તો નથીને, આ 5 સંકેતોથી ઓળખો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love



Dehydration Signs: ઉનાળાની ગરમી શરુ થતા જ  શરીર પર તેની અસરો સ્પષ્ટપણે દેખાય છે. તેજ સૂર્યપ્રકાશ, વધતું તાપમાન અને પરસેવાને કારણે શરીરમાં પાણીની ઉણપ એટલે કે ડિહાઇડ્રેશન સામાન્ય સમસ્યા બની જાય છે. લોકો ઘણીવાર આને હળવાશથી લે છે, પરંતુ જો તેના પર ધ્યાન આપવામાં ના આવે તો તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.

આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ સમજવાની જરૂર છે કે શરીર આપણને ઘણા સંકેતો આપે છે જે પાણી અથવા પ્રવાહીની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે. આ સંકેતોને ઓળખવા ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બહાર કામ કરતા લોકો માટે મહત્વપૂર્ણ છે.

વારંવાર તરસ લાગવી

જો તમને વારંવાર તરસ લાગે છે તો આ શરીરનો પહેલો સંકેત છે કે તેને પાણીની જરૂર છે. જ્યારે શરીરમાં પાણી ઓછું થાય છે, ત્યારે મગજ તરસનો સંકેત આપે છે જેથી તમે પ્રવાહીનું સેવન કરી શકો. જો તમને તરસ લાગી હોવા પછી પણ પાણી ના પીવો તો ડિહાઇડ્રેશન વધુ ખરાબ થઈ શકે છે. પાણી ન પીવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે.

થાક અને નબળાઈ અનુભવવી

પાણીની ઉણપથી શરીરની ઉર્જા પર અસર પડે છે. જ્યારે શરીર યોગ્ય રીતે હાઇડ્રેટેડ ન હોય, ત્યારે રક્ત પરિભ્રમણ અને ઓક્સિજન પુરવઠો પ્રભાવિત થાય છે. અપૂરતા પાણીના સેવનને કારણે થાક, સુસ્તી અને નબળાઈનો અનુભવ થાય છે. આ સ્થિતિ રોજિંદા કાર્યોને પણ મુશ્કેલ બનાવી શકે છે.

મોં અને ગળું સુકાવવું

પાણીની અછત ન હોવા પર મોં મા લાળનું ઉત્પાદન ઓછું થઇ જાય છે, જેના કારણે ગળું અને મોં સુકાઈ જાય છે. આ માત્ર અસહજ નથી પણ બોલવામાં અને ખાવામાં પણ સમસ્યા પેદા કરી શકે છે. સતત શુષ્કતા સૂચવે છે કે શરીરને તાત્કાલિક હાઇડ્રેશનની જરૂર છે.

યૂરિનનો ઘાટો પીળો રંગ

સામાન્ય સ્થિતિમાં યૂરિનનો રંગ આછો પીળો હોય છે, પરંતુ જો તે ઘાટો પીળો અથવા નારંગી દેખાય છે તો તે ડિહાઇડ્રેશનની નિશાની છે. જ્યારે શરીરમાં પાણીની ઉણપ હોય ત્યારે તે ઓછી માત્રામાં અને વધુ યૂરિન બને છે, જેનાથી તેનો રંગ ઘાટો થઈ જાય છે.

ચક્કર આવવા અથવા માથાનો દુખાવો

ડિહાઇડ્રેશનના કારણે મગજ સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને રક્ત પ્રવાહનો ફ્લો પહોંચતો નથી. જેના કારણે ચક્કર અને માથાનો દુખાવો જેવી સમસ્યા થાય છે. આ સમસ્યા ખાસ કરીને ગરમીમાં વધી જાય છે અને ક્યારેક બેભાન પણ થઈ જવાય છે.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *