Monsoon Suggestions: વરસાદથી છત અને દિવાલ પર શેવાળ જામી ગઇ છે? આ 4 સરળ રીત સાફ કરવામાં મદદ કરશે

Monsoon Suggestions: વરસાદથી છત અને દિવાલ પર શેવાળ જામી ગઇ છે? આ 4 સરળ રીત સાફ કરવામાં મદદ કરશે

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Monsoon Moss Cleansing Suggestions : ચોમાસાનો વરસાદ ગરમીથી રાહત આપે છે પરંતુ પોતાની સાતે ઘણી સમસ્યાઓ પણ લાવે છે. સતત વરસાદ અને ભેજને કારણે ઘરની છત, ફ્લોર અને દિવાલો પર લીલ, શેવાળ જમા થવા લાગે છે. ધીમે ધીમે તે લપસણી અને ગંદકીનું કારણ બની શકે છે. આ ઉપરાંત, શેવાળને કારણે છત ગંદી લાગે છે. આવી સ્થિતિમાં જો તેને સમયસર સાફ ન કરવામાં આવે તો ભેજની સમસ્યા વધી શકે છે.

ઘણા લોકો શેવાળને દૂર કરવા માટે મોંઘા ક્લીનરનો પણ ઉપયોગ કરે છે, પરંતુ અમુક સરળ ઘરેલુ ઉપાયની મદદથી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. યોગ્ય રીતે સફાઈ કરવાથી શેવાળ ઘણી હદ સુધી સાફ કરવામાં મદદ મળી શકે છે. જો કે, કોઈ પણ પદ્ધતિ અપનાવતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે.

સરકો લિક્વિડ

સફેદ સરકો અને પાણીનું સોલ્યુશન બનાવીને પણ શેવાળ સાફ કરી શકાય છે. ઘરમાં જ્યાં શેવાળ હોય ત્યા આ લિક્વિડનો છંટકાવ કરો અને તેને થોડી વાર માટે છોડી દો. પછી તેને બ્રશ વડે સાફ કરો. જો કે આ ઉપાય સૌથી પહેલા તેની નાના જગ્યા પર ટ્રાય કરવો જોઇએ.

બ્લીચિંગ પાઉડર

જો શેવાળ છત પર જમા થઇ ગઇ હોય તો બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરી શકાય છે. તેને શેવાળ હોય તે જગ્યા પર છંટકાવ કરો અને તેને થોડા સમય માટે છોડી દો. ત્યારબાદ, બ્રશ અથવા સ્ક્રબર વડે હળવા હાથે ઘસો અને ચોખ્ખા પાણીથી સાફ કરી દો.  બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરતી વખતે તમારા હાથ પર મોજા પહેરો.

ચૂનો

શેવાળને દૂર કરવા માટે પણ ચૂનાનો ઉપયોગ કરી શકાય છે. શેવાળ વાળ જગ્યા પર ચૂનો સરખી રીતે ફેલાવો અને થોડા સમય માટે છોડી દો. હવે તેને બ્રશની મદદથી ઘસીને સાફ કરો. છેલ્લે, તે જગ્યાને પાણીથી સારી રીતે ધોઈ લો.

સાબુનું સોલ્યુશન

પાણીની ડોલમાં પ્રવાહી ડિટર્જન્ટ મિક્સ કરીને દ્રાવણ તૈયાર કરો. તે શેવાળ વાળી જગ્યા પર રેડો અને તેને થોડી મિનિટો માટે છોડી દો. ત્યારબાદ બ્રશ વડે હળવા હાથે ઘસો અને તેને પાણીથી ધોઈ લો. આ પદ્ધતિ ઓછી શેવાળને સાફ કરવા માટે ઉપયોગી થઈ શકે છે.

પાણી જમા ન થવા દો

જ્યાં લાંબા સમય સુધી પાણી એકઠું થાય છે, ત્યાં શેવાળ થવાની સંભાવના વધુ છે. તેથી, વરસાદ બાદ છત પર પાણી એકઠું થયં હોય તેનો નિકાલ કરો. 

આ પણ વાંચો | રસોડામાં વારંવાર કીડી થાય છે? આ સરળ ટીપ્સ વડે છુટકારો મેળવો

સફાઈ કરતી વખતે આટલી સાવચેતી રાખો

શેવાળના કારણે ધાબું લપસણું થઇ શકે છે, તેથી સફાઈ કરતી વખતે સારી પકડવાળા પગરખાં પહેરો અને ઉતાવળ ન કરો. સફાઈ કરતા પહેલા તમારા હાથ પર મોજા પહેરવાની ખાતરી કરો. છત નિયમિતપણે સાફ કરો અને પાણી જમા ન થવા દો જેથી શેવાળ થવાની સંભાવના ઓછી થઈ શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *