Right this moment Information: મિડલ ઇસ્ટમાં ધોરણ 12 CBSEની પરીક્ષા રદ

Right this moment Information: મિડલ ઇસ્ટમાં ધોરણ 12 CBSEની પરીક્ષા રદ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Israel US Iran Warfare Right this moment Information Reside Replace In Gujarati: ઈઝરાયલ અમેરિકા ઈરાન યુદ્ધ સતત 16માં દિવસ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ તેના દુશ્મન અમેરિકા અને ઇઝરાયલ સિવાય તમામ દેશો માટે ખુલ્લી છે. ન્યૂયોર્ક પોસ્ટના જણાવ્યા અનુસાર, વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ એમએસ નાઉને જણાવ્યું હતું કે, “આ સામુદ્રધુની ફક્ત અમારા દુશ્મનોના ટેન્કર અને જહાજો માટે બંધ છે, જે અમારા પર અને તેમના સાથીઓ પર હુમલો કરે છે.” આ દરિયાઇ માર્ગ બીજા બધા માટે ખુલ્લો છે. “હું જે કહી શકું છું તે એ છે કે સામુદ્રધુની સંપૂર્ણપણે બંધ નથી, પરંતુ તે ફક્ત અમેરિકન, ઇઝરાયલી જહાજો અને ટેન્કરો માટે બંધ છે, બાકીના માટે નહીં,” એવું તેમણે ઉમેર્યું હતું. 

અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, ઘણા જહાજો સલામતીની ચિંતાને કારણે આ દરિયાઇ માર્ગ ટાળવાનું પસંદ કરે છે, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આને અમારી સાથે કોઈ લેવાદેવા નથી.” એક્સ પર એક અલગ પોસ્ટમાં, અરાઘચીએ કહ્યું હતું કે “યુએસ દ્વારા પ્રસારિત સલામતી જાળ ખોખલી સાબિત થઈ છે અને તેને રોકવાને બદલે મુશ્કેલીને આમંત્રણ આપી રહી છે.” “યુનાઇટેડ સ્ટેટ્સ હવે અન્ય લોકોને, ચીનને પણ હોર્મુઝને સુરક્ષિત કરવામાં મદદ કરવા વિનંતી કરી રહ્યું છે,” તેમણે ઉમેર્યું. ઇરાન તેના પડોશીઓને વિદેશી આક્રમણકારોને દૂર કરવા માટે હાકલ કરી રહ્યું છે, ખાસ કરીને જ્યારે તેમની એકમાત્ર ચિંતા ઇઝરાયલ છે. ”

ટ્રમ્પે ખાર્ગ ટાપુ પર હુમલો કરવાની ચેતવણી આપી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે, અમેરિકા ઈરાનના ખાર્ગ ટાપુ પર વધુ હુમલા કરી શકે છે, જ્યારે તેહરાને શુક્રવારના હુમલાનો વળતો જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે એનબીસી ન્યૂઝ સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે તેહરાન સંઘર્ષને સમાપ્ત કરવા માટે સમાધાન કરવા તૈયાર હોવાનું જણાય છે, પરંતુ “શરતો હજી પૂરતી નથી.” ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના હુમલાઓએ ખાર્ગ ટાપુનો મોટાભાગનો હિસ્સો સંપૂર્ણપણે નષ્ટ કરી દીધો છે અને કહ્યું કે અમે મનોરંજન માટે તેના પર થોડી વધુ વખત હુમલો કરી શકીએ છીએ.

ઈરાનમાં કેટલા લોકોના મોત થયા

સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂત અમીર સઈદ ઇરાવાનીના જણાવ્યા અનુસાર ઈરાન પર અમેરિકા ઈઝરાયલ હુમલામાં 1300થી વધુ લોકો માર્યા ગયા છે. તેમા સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેની અને ઘણા ટોચના ઇરાની અધિકારીઓનો સમાવેશ થાય છે. ઇરાવાનીએ અમેરિકા અને ઇઝરાયલ પર ઇરાદાપૂર્વક નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આ દેશોએ ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારો અને મહત્વપૂર્ણ નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો છે. અમેરિકા સ્થિત માનવાધિકાર કાર્યકર્તાઓ સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક ઘણો વધારે હોઈ શકે છે. એજન્સીનો અંદાજ છે કે નાગરિકો અને સૈન્ય કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 1858 લોકો માર્યા ગયા છે.

  • Mar 15, 2026 11:47 IST

    મિડલ ઇસ્ટમાં ધોરણ 12 CBSEની પરીક્ષા રદ 

    ઈઝરાયલ ઈરાન યુદ્ધથી મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે, જેના કારણે મિડલ ઇસ્ટમાં ધોરણ 12ની CBSEની પરીક્ષા રદ કરવામાં આવી છે. 

  • Mar 15, 2026 08:16 IST

    સરકારી અમેરિકન અધિકારીઓને ઓમાન છોડવા આદેશ

    ઈરાનના હુમલા વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રાલયે ઓમાનમાં રહેતા પોતાના સરકારી અધિકારીઓેને દેશ છોડવા આદેશ આપ્યો છે, જેમની ત્યાં ઇમરજન્સી ડ્યૂટી નથી. કર્મચારીઓ સાથે તેમના પરિવારના સભ્યોને પણ ઓમાન માંથી તાત્કાલિક બહાર નીકળવા જણાવ્યું છે.

  • Mar 15, 2026 08:15 IST

    ઈરાનમાં કેટલા લોકોના મોત થયા

    સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂત અમીર સઈદ ઇરાવાનીના જણાવ્યા અનુસાર ઈરાન પર અમેરિકા ઈઝરાયલ હુમલામાં 1300થી વધુ લોકો માર્યા ગયા છે. તેમા સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેની અને ઘણા ટોચના ઇરાની અધિકારીઓનો સમાવેશ થાય છે. ઇરાવાનીએ અમેરિકા અને ઇઝરાયલ પર ઇરાદાપૂર્વક નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આ દેશોએ ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારો અને મહત્વપૂર્ણ નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો છે. અમેરિકા સ્થિત માનવાધિકાર કાર્યકર્તાઓ સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક ઘણો વધારે હોઈ શકે છે. એજન્સીનો અંદાજ છે કે નાગરિકો અને સૈન્ય કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 1858 લોકો માર્યા ગયા છે.

  • Mar 15, 2026 08:14 IST

    હોર્મુઝ સ્ટ્રેટ માત્ર દુશ્મન દેશ માટે બંધ : ઇરાને ટ્રમ્પને દેખાડ્યા તેવર

    ઈઝરાયલ અમેરિકા ઈરાન યુદ્ધ સતત 16માં દિવસ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ તેના દુશ્મન અમેરિકા અને ઇઝરાયલ સિવાય તમામ દેશો માટે ખુલ્લી છે. ન્યૂયોર્ક પોસ્ટના જણાવ્યા અનુસાર, વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ એમએસ નાઉને જણાવ્યું હતું કે, “આ સામુદ્રધુની ફક્ત અમારા દુશ્મનોના ટેન્કર અને જહાજો માટે બંધ છે, જે અમારા પર અને તેમના સાથીઓ પર હુમલો કરે છે.” આ દરિયાઇ માર્ગ બીજા બધા માટે ખુલ્લો છે. “હું જે કહી શકું છું તે એ છે કે સામુદ્રધુની સંપૂર્ણપણે બંધ નથી, પરંતુ તે ફક્ત અમેરિકન, ઇઝરાયલી જહાજો અને ટેન્કરો માટે બંધ છે, બાકીના માટે નહીં,” એવું તેમણે ઉમેર્યું હતું. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *