Final Up to date:
રાજ્યમાં કુદરતી આફતોના કારણે થયેલા નુકસાન માટે વિધાનસભામાં ચર્ચા થઈ હતી. જિજ્ઞેશ મેવાણીએ કેન્દ્ર સરકાર પાસેથી રાજ્યને મળતી સહાય અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા 18,287.6 કરોડની સહાયની માંગણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે માત્ર 394.28 કરોડ મંજૂર કર્યા હતા. 2025 માટેની સહાય હજુ પણ મંજૂરી માટે રાહમાં છે.
ગાંધીનગર : રાજ્યમાં કુદરતી આફતો, ખાસ કરીને ભારે વરસાદ અને પૂરથી થયેલા નુકસાન મોટા પાયે થતું હોય છે. જે અંગે આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી એ કુદરતી આપત્તિ સમયે મળ્યા રાહત ફંડ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જે અંગે પૂછ્યું હતું કે, રાજ્યમાં કુદરતી હોનારતોને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ મોટી નાણાકીય સહાયની માંગણી અંગે પ્રશ્ન પૂછ્યો જેના જવાબમાં રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષના આંકડા રજૂ કર્યા હતા કે, રાજ્યમાં કુદરતી હોનારતોને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ મોટી નાણાકીય સહાયની માંગણી કરવામાં આવી છે.
જે અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાય અંગે મોટો ખુલાસો થયો કે,છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે પૂર અને ભારે વરસાદથી થયેલા નુકસાન બદલ સહાય માંગી છે. તેમાં રાજ્ય સરકારે 2 વર્ષમાં કેન્દ્ર સરકાર પાસે 18,287.6 કરોડની માંગી સહાય માંગી હોવાનું સામે આવ્યું છે. જે મુજબ વર્ષ 2024 માં ₹.11274.02 અને વર્ષ 2025 માં ₹.7013.58 કરોડની માંગ કરી હતી.

જેમાં કેન્દ્ર સરકારે વર્ષ 2024 માટેની રાજ્ય સરકારની માંગણી સામે માત્ર 394.28 કરોડની સહાય મંજૂર કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે 2024 ની મંજૂર કરેલી સહાયની જાણ 03.10.2025 ના રોજ રાજ્ય સરકારને પત્ર દ્વારા કરવામાં આવી હતી. જેમાં પણ રાજ્ય સરકારે 2025 માટે કરેલી માંગણી હજુ પણ વિચારાધીન હોવાનો સરકારનો જવાબ ગૃહમાં MLA જીગ્નેશ મેવાણીએ પૂછેલા પ્રશ્નમાં લેખિત જવાબ આપ્યો હતો. આમ, રાજ્યમાં આવેલી આફતો સામે રાહત અને પુનઃસ્થાપન માટે રાજ્ય સરકાર કેન્દ્રની આર્થિક મદદ પર નિર્ભર છે, જેમાં વર્ષ 2025ની મોટી રકમની મંજૂરીની હજુ રાહ જોવાઈ રહી છે.
Gandhinagar,Gujarat
Mar 13, 2026 10:14 PM IST

