સંબંધોને શર્મસાર કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોટાભાઈએ પોતાના જ સગા નાના ભાઈની વાઈફ પર નજર બગાડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગેની મળતી વિગત પ્રમાણે શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા અપરણિત મોટાભાઈએ પોતાના જ નાના ભાઈની પત્ની પાસે બિભત્સ માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે ફરિયાદી યુવતીએ બે વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. સાસરીમાં તે સંયુક્ત પરિવારમાં રહે છે. જો કે તેનો જેઠ કોઈ કામ ધંધો ન કરતો હોવાથી આખો દિવસ ઘરે જ હોય છે. આ દરમિયાન તેણે એકલતાનો લાભ લઈને તેના નાના ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાની બે વખત માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત જ્યારે નરાધમે શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી ત્યારે યુવતીએ સ્પષ્ટ ના કહી દીધી હતી. પરંતુ તેણે આ બાબતની જાણ કોઈને કરી ન હતી. અને તેનો જ લાભ નરાધમે બીજી વખત ઉઠાવ્યો હતો. પરિણિતા એકલી હતી ત્યારે તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. અહીંથી ન અટકતા તેણે યુવતીના કપડા પણ ફાડી નાખ્યા હતા. જો કે હિંમત કરીને પરિણિતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેનો પતિ પણ ઘરે આવી પહોંચ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને નરાધમની ધરપકડ કરી છે.
Source link
