‘લવ જેહાદમાં ફસાઈ મોનાલિસા, મેનેજરે સોદો કર્યો,’ ડાયરેક્ટર સનોજ મિશ્રાનો હચમચાવતો દાવો

‘લવ જેહાદમાં ફસાઈ મોનાલિસા, મેનેજરે સોદો કર્યો,’ ડાયરેક્ટર સનોજ મિશ્રાનો હચમચાવતો દાવો

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

મહાકુંભમાં વાયરલ થયેલી મોનાલિસાએ એક વિધર્મી યુવક સાથે લગ્ન કરી લીધા છે. જોકે મામલે હવે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તક આપનાર ડાયરેક્ટર સનોજ મિશ્રાએ ચોંકાવનારા દાવાઓ કર્યા છે. જેમાં તેમણે કહ્યું છે કે મોનાલિસા લવ જેહાદનો શિકાર બની છે અને તેને ફસાવામાં આવી છે. ત્યારે જાણો આ સમગ્ર મામલે સનોજ મિશ્રાએ શું કહ્યું છે.

શું મોનાલિસા લવ જેહાદનો શિકાર બની ?
શું મોનાલિસા લવ જેહાદનો શિકાર બની ?

‘મોનાલિસા’ આ નામ તમને મહાકુંભમાં સાંભળવા મળ્યું હશે. ધીરે ધીરે ભૂરી આંખો વાળી મોનાલિસા પ્રખ્યાત એટલી થઈ કે તેને ફિલ્મમાં કામ કરવાની પણ તક મળી ગઈ. જોકે હાલ મોનાલિસાએ કેરળમાં પોતાના પ્રેમી ફરમાન ખાન સાથે લગ્ન કરી લીધા છે. જેના કારણે લોકોને મોટો ઝટકો લાગ્યો છે. મોનાલિસાએ પોલીસ પ્રોટેક્શન માંગીને કેરળના સિવિલ મેરેજ કર્યા અને બાદમાં મંદિરમાં લગ્ન કર્યા. તેના આ નિર્ણયથી તેના પરિવારની સાથે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાવનાર ડાયરેક્ટર સનોજ મિશ્રા પણ ચોંકી ઉઠ્યા છે.

ડાયરેક્ટર સનોજ મિશ્રાએ ઈન્સ્ટાગ્રામ પર હિન્દીમાં એક પોસ્ટ લખી છે. જેમાં તેમણે સ્પષ્ટ રીતે મોનાલિસાનો સોદો થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. સનોજે એવો દાવો કર્યો છે કે એક્ટ્રેસ લવ જિહાદનો શિકાર બની છે. પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કરવાનો નિર્ણય તેણે પ્રેમમાં આવીને નહીં પણ ભાવનાઓમાં વહીને કર્યો છે અને આ એક યોજના છે.

સનોજે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું કે” આ બગાવત નથી, આ લવ જિહાદ છે… અને મારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ. મોનાલિસા આજે ફરી ચર્ચામાં છે અને હું માનસિક તણાવમાં છું. કારણ કે એક ગરીબ, જંગલમાં રહેતી છોકરી, જે મહાકુંભમાં વાયરલ થયા પછી ભાગીને પોતાના ડેરા મહેશ્વર પહોંચી ગઈ હતી, તેની ગંગા જેવી પવિત્રતા મને ગમી હતી અને તેનું કુદરત જેવું રૂપ પણ. મેં તેને તાલીમ આપી અને ફિલ્મમાં અભિનેત્રી બનાવવાની જાહેરાત કરી. દેશ-વિદેશે તેનું સ્વાગત કર્યું, પણ આ વાત અમારા વિરોધીઓ, ખાસ કરીને વસીમ રિઝવી અને મીડિયા માટે હંમેશા ચર્ચામાં રહેવા ઈચ્છતા કેટલાક લોકોને પસંદ આવી નહીં. મને ખોટા આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યો. હેતુ એ જ હતો કે માનનીય યોગી આદિત્યનાથજીના મહાઆયોજન મહાકુંભને નિષ્ફળ બનાવવું.”

આ સાથે જ ડાયરેક્ટરે કહ્યું કે “મેં જેલમાં રહીને ફિલ્મની કહાની લખી અને જે લોકો કહેતા હતા કે સનોજ ક્યારેય ફિલ્મ બનાવશે નહીં, મેં આખી ફિલ્મ બનાવી અને એમના મોઢા પર એવો જવાબ આપ્યો કે હવે એમને સમજાતું નથી કે આગળ શું કરવું. બધા એકબીજાના બંધ દરવાજા જોઈ રહ્યા છે. એમની પાસે હવે એક જ વિકલ્પ હતો – મોનાલિસા, જેને હું મા ગંગાનું અવતાર માનતો હતો. મોનાલિસાની જિંદગી એટલી સરળ નથી, જેટલી તમે જોઈ શકો છો.”

ડાયરેક્ટર સનોજ મિશ્રાએ મોનાલિસા વિશે વિગતવાર વાત કરતા જણાવ્યું કે” એની મા, મોટી મા, નાની મા, પપ્પા, મોટા પપ્પા, નાના પપ્પા – બધું દેખાવ માટે હતું અને એના માટે એક મજબૂરી હતી. એની જિંદગી એની અસલી મા પર આધારિત હતી, જેને એના પપ્પાએ ભગાડીને બીજા લગ્ન કરી લીધા હતા. કારણ કે બંજારા સમાજના નિયમો અને શિસ્ત અલગ હોય છે, મોનાલિસાને એની નવી મા, જે બતાવવામાં આવી, તેને સ્વીકારવી પડી પણ જ્યારે એ મોટી સેલિબ્રિટી બની અને ક્યાંક એની અસલી મા ભીખ માંગતી કે માળા વેચતી દેખાતી, ત્યારે એ રડી પડતી. ઘણીવાર એણે આ દુઃખ મને કહ્યું હતું અને બગાવત કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી કે જો ક્યારેય મોકો મળશે તો બધાને છોડી પોતાની મા પાસે જઈશ. મેં એને હંમેશા સમજાવ્યું, પણ ખૂબ વ્યક્તિગત મામલામાં હસ્તક્ષેપ કરવો યોગ્ય નહોતો, કારણ કે ઇસ્લામિક તાકાતોએ મને બદનામ કરવામાં કોઈ કસર છોડી નહોતી.”

સમગ્ર મામલે ડાયરેક્ટર સનોજે અંતમાં કહ્યું કે” મોનાલિસાનું આજનું પગલું એને બગાવત લાગતી હશે, પણ હકીકતમાં આ લવ જિહાદ છે, જેમાં એ ફસાઈ ગઈ છે. જેમાં એ તોતલો શિક્ષક પણ સામેલ છે, જેને મેં પગાર આપીને મોનાલિસાનો મેનેજર અને દલાલ બનાવી દીધો હતો. આજે એ બેરોજગાર છે. મેં એને મોનાલિસાને શિક્ષિત કરવા માટે પસંદ કર્યો હતો, પણ પછી એ દલાલ બનીને મોનાલિસાનો સોદો દક્ષિણ ભારતમાં કરવા લાગ્યો હતો અને બંજારા સમાજથી મારું અંતર પણ એના કારણે વધ્યું, જેનું પરિણામ આજે સામે છે”

ઉલ્લેખનીય છે કે ડાયરેક્ટર સનોજ મિશ્રાના દાવામાં કેટલી સત્યતા છે એ તો માત્ર તે જ જણાવી શકશે. જોકે મોનાલિસાએ જે રીતે અચાનકથી લગ્ન કર્યા છે તેને લઈને લોકો આઘાતમાં છે. તેનો પરિવાર પણ આ સંબંધની વિરુદ્ધમાં હતો. સનોજ એ જ ડાયરેક્ટર છે કે જેમણે મોનાલિસાને ધ ડાયરી ઓફ મણિપુર માટે બ્રેક આપ્યો હતો. તેમણે મોનાલિસાને તેની લાઈફસ્ટાઈલ, ભણતર અને એક્ટિંગના મામલે ટ્રેન કરી હતી.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *