Rahul Gandhi : મધ્ય પૂર્વમાં તણાવની અસરથી ભારત પર પડી રહેલા પ્રભાવની ચર્ચા કરવાની માંગ સાથે વિપક્ષી દળોએ સોમવારે સંસદમાં હંગામો મચાવ્યો હતો. આ કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. સંસદ પરિસરમાં જ્યારે મીડિયાએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આ અંગે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં જે થઈ રહ્યું છે તેનાથી આપણી અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે. પીએમ મોદીએ અમેરિકા સાથે ડીલ સાઇન કરી છે, તેના પર ચર્ચા કરવામાં શું વાંધો છે. આ અમે માંગણી કરી રહ્યા છીએ.
રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યું કે શું મધ્ય પૂર્વનો મુદ્દો હોવો જરૂરી નથી? ઇંધણના ભાવ, આર્થિક તબાહી શું આ મહત્વપૂર્ણ મુદ્દાઓ નથી? આ પણ જનતાના મુદ્દાઓ છે, અમે તેમને જરૂરી માનીએ છીએ અને અમે તેમની ચર્ચા કરવા માંગીએ છીએ. આ પછી અમે સ્પીકર પર પ્રસ્તાવ પર ચર્ચા કરીશું, કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તેઓ ચર્ચા કરવા માંગતા નથી કારણ કે તેનાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પોઝિશન નીકળશે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે વડા પ્રધાને સમાધાન કર્યું છે. તેમને બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યા છે. જ્યારે કોઈ ચર્ચા થશે ત્યારે તે પ્રશ્ન ઉભો થશે. તેઓ તેની પર ચર્ચા કરવા માંગતા નથી. તેમણે મીડિયાને કહ્યું કે તમે જોયું પીએમ ભાગી ગયા. તમે જોજો તેઓ સંસદની અંદર આવશે નહીં.
મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું
કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે મધ્ય પૂર્વમાં સંઘર્ષ અને ભારતની ઉર્જા સુરક્ષા પર તેની અસરો પર ઉપલા ગૃહમાં ટૂંકી ચર્ચા કરવાની માંગ કરી હતી.
#WATCH | Delhi: Lok Sabha LoP Rahul Gandhi says, “How a lot loss would the West Asia disaster trigger? A struggle in the direction of a paradigm shift is happening. It will trigger a serious loss to our financial system. You noticed the inventory market. PM Modi has signed the take care of the US. The nation goes to… pic.twitter.com/IlbMABStTZ
— ANI (@ANI) March 9, 2026
ગૃહની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેએ નિયમ 176 હેઠળ આપવામાં આવેલી નોટિસને યોગ્ય ઠેરવતા એલપીજીના ભાવમાં સિલિન્ડર દીઠ 60 રૂપિયા અને કોમર્શિયલ ગેસના ભાવમાં 115 રૂપિયાનો વધારો દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે ગેસના ભાવમાં વધારાથી ગરીબો પર વધારાનો બોજ પડ્યો છે અને તેથી આ મહત્વપૂર્ણ વિષય પર ટૂંકી ચર્ચાની મંજૂરી આપવી જોઈએ.
આ પણ વાંચો – ઇરાનના તેલ ડેપો પર હુમલાથી અમેરિકા ભડક્યું, ઇઝરાયેલને મોકલ્યો મેસેજ
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં ઝડપથી બદલાતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ હવે આ ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી અને ભારતની ઊર્જા સુરક્ષા પર તેની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે આ સંઘર્ષ ભારતની છબી અને પ્રતિષ્ઠાને પણ અસર કરી રહ્યો છે, કારણ કે દેશ તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના લગભગ 55 ટકા હિસ્સો આ ક્ષેત્રમાંથી આયાત કરે છે. તેમણે કહ્યું કે લગભગ એક કરોડ ભારતીયો આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અને કેટલાક ભારતીયો માર્યા ગયા હોવાના અથવા ગુમ થયાના અહેવાલો પણ આવ્યા છે.
