IND vs NZ Last T20 World Cup 2026 Full Element : ટી 20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. 8 માર્ચને રવિવારના રોજ આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન સતત બે ટી-20 વર્લ્ડ કપ ટાઈટલ જીતનારી પ્રથમ ટીમ બનવાથી માત્ર એક જ જીત દૂર છે.
જો ભારત રવિવારે અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચમાં વિજય મેળવશે તો તે પોતાની ધરતી પર આ ટૂર્નામેન્ટ જીતનારી સૌપ્રથમ ટીમ બની જશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ તેના પ્રથમ ટાઇટલથી એક જીત દૂર છે.
ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી
ભારત વિ ન્યુઝીલેન્ડ ટી 20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ ક્યારે છે?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ રવિવારને 8 માર્ચના રોજ રમાશે.
ભારત વિ ન્યૂઝીલેન્ડ ટી-20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ ક્યાં રમાશે?
ભારત-ન્યૂઝીલેન્ડ ટી-20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમમાં રમાશે.
ભારત વિ ન્યૂઝીલેન્ડ ટી-20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ ક્યારે રમાશે?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. સાંજે 6.30 કલાકે ટોસ થશે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે હેડ ટુ હેડ
- મેચ : 30
- ભારત જીત : 16
- ન્યૂઝીલેન્ડ જીત : 11
- ટાઇ : 3 (જેમાં 2 મેચ ભારતે જીતી).
ભારત વિ ન્યૂઝીલેન્ડ ટી-20 વર્લ્ડ કપ હેડ ટુ હેડ
- મેચ-3
- ભારત જીત્યું – 0
- ન્યૂઝીલેન્ડ જીત્યું -3
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પિચ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બ્લેક ક્લેની પીચ પર ભારતીય ટીમનો સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડયો હતો. આવામાં ફાઈનલમાં લાલ માટી કે બંને માટીની બનેલી પીચ મળી શકે છે.
અમદાવાદ હવામાન
રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ દરમિયાન અમદાવાદમાં હવામાન ક્લિન રહેવાની સંભાવના છે. જોકે ઝાકળની અસર થઈ શકે છે.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2026 : આઇસીસીએ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે 8 ખેલાડીઓને નોમિનેટ કર્યા, ભારતનો 1 પ્લેયર સામેલ
ભારત સંભવિત પ્લેઇંગ 11
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
ન્યૂઝીલેન્ડ સંભવિત પ્લેઇંગ 11
ટિમ સીફર્ટ, ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કોલ મેકકોન્ચી, મેટ હેનરી, ઇશ સોઢી, લોકી ફર્ગ્યુસન.
ભારત વિ ન્યૂઝીલેન્ડ લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ
ભારતમાં રમાનારી ભારત-ન્યૂઝીલેન્ડની ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર પ્રસારિત થશે. લાઇવ સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર પર જોઈ શકાય છે.
ભારત અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ અધિકારી
ફિલ્ડ અમ્પાયર- રિચર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ.
થર્ડ અમ્પાયર : અલ્લાહુદ્દીન પાલેકર.
ફોર્થ અમ્પાયર- એડ્રિયન હોલ્ડસ્ટોક.
રેફરી – એન્ડી પાયક્રોફ્ટ.
