OTT પર હિન્દીમાં રિલીઝ થઈ પ્રભાસની ‘ધ રાજા સાબ’, જાણો ક્યાં સ્ટ્રીમ થઈ

OTT પર હિન્દીમાં રિલીઝ થઈ પ્રભાસની ‘ધ રાજા સાબ’, જાણો ક્યાં સ્ટ્રીમ થઈ

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

પ્રભાસની ફિલ્મ ‘ધ રાજા સાબ’ હવે ઓટીટી પર હિન્દીમાં રિલીઝ થઈ ગઈ છે, જે પહેલાં જિયો હોટસ્ટાર પર તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થઈ હતી. આમ, તમે આ મૂવી હજુ સુધી જોઈ નથી તો હવે સરળતાથી જોઈ શકો છો.

Image Source: INSTAGRAM/@JIOHOTSTAR
Picture Supply: INSTAGRAM/@JIOHOTSTAR

સાઉથ સુપરસ્ટાર પ્રભાસની વર્ષ 2026 ની મેગા ડિઝાસ્ટર ફિલ્મ ‘ધ રાજા સાબ’ સિનેમાઘરોમાં તેના બજેટ કરતાં અડધી પણ કમાણી કરી શકી નથી. મોટા બજેટની આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ છે. મોટા પડદા પર રિલીઝ થઈ તેને હજુ એક મહિનો પણ નથી થયો ત્યાં મેકર્સે આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરી દીધી છે. જિયો હોટસ્ટાર પર મેકર્સ આ ફિલ્મને તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરી હતી. જો કે કેટલાક ફેન્સ આ મૂવીના હિન્દી વર્ઝનને લઇને રાહ જોઈ રહ્યા હતા, જેમનો હવે આતુરતાનો અંત આવી ગયો છે. આમ, તમને જણાવી દઈએ કે ‘ધ રાજા સાબ’ હવે ઓટીટી પર પણ રિલીઝ થઈ ગઈ છે. ઘરે બેઠાં તમે આ ફિલ્મને જોઈ શકો છો.

‘ધ રાજા સાબ’ હિન્દીમાં ઓટીટી પર થઈ રિલીઝ

પ્રભાસ, સંજય દત્ત, નિધિ અગ્રવાલ, માલવિકા મોહનન, રિદ્ધિ કુમાર અને બોમન ઇરાની જેવા કલાકારોથી સજ્જ ‘ધ રાજા સાબ’ 6 માર્ચ 2026 ના રોજ જિયો હોટસ્ટાર પર હિન્દીમાં રિલીઝ થઈ ગઈ છે. મેકર્સે આ ફિલ્મનો ધાંસુ વીડિયો શેર કરતા લખ્યું છે કે, રાજમહેલના દરવાજા ખુલી રહ્યા છે અને સાથે…જુઓ રેબેલ સ્ટાર પ્રભાસની લેટેસ્ટ હોરર કોમેડી ‘ધ રાજા સાબ’, હવે JioHotstar પર સ્ટ્રીમ થઈ રહી છે.

400 કરોડની ફિલ્મએ માત્ર 200 કરોડની કમાણી કરી

આ ફિલ્મનું બજેટ લગભગ 400 કરોડ રૂપિયા હતું, પરંતુ મૂવી 200 કરોડની જ કમાણી કરી શકી છે. પ્રભાસની ‘ધ રાજા સાબ’ 2026 ની સૌથી મોટી ડિઝાસ્ટર સાબિત થઈ અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું નામ ફ્લોપમાં શામેલ થયું. IMDb પર આ ફિલ્મને 3.4 રેટિંગ મળ્યું છે.

પ્રભાસની અપકમિંગ ફિલ્મ

પ્રભાસના વર્કફ્રન્ટની વાત કરીએ તો જલદી ફિલ્મ ‘સ્પિરિટ’માં જોવા મળશે. ‘સ્પિરિટ’ મૂવી 5 માર્ચ 2027 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સંદીપ રેડ્ડી વાંગાના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં એક્ટરની સાથે તૃપ્તિ ડિમરી જોવા મળશે. વિવેક ઓબેરોય ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *