વ્યારાના મુસા ગામે કદાવર દીપડો રાત્રિ દરમિયા પાંજરે પુરાયો છે. છેલ્લા કેટલાક સમયથી વન વિભાગ અને સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગયલો દીપડો આખરે પાંજરે પૂરાયો છે. વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પૂરાઈ જતા ગ્રામજનોએ હાંસકારો અનુભવ્યો હતો. મહત્વનું છે કે દીપડાની અંદાજિત ઉંમર 4થી 5 વર્ષની છે. જે છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતો હતો. દીપડાની અવરજવરને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું.
Source link
