તેમણે એમ પણ કહ્યું કે, ઈરાને અમેરિકાના એક એરક્રાફ્ટ કેરિયર પર હુમલાનો દાવો કર્યો છે, જેને ભલે વોશિંગ્ટને નકારી કાઢ્યો હોય, તો પણ આ દર્શાવે છે કે અહીં અત્યારે અત્યંત ખતરનાક સ્થિતિ છે. સાથે જ અમેરિકાએ પણ પોતાના કેટલાક સૈનિકોના મોતની પુષ્ટિ કરી છે, જેનાથી અમેરિકા પર રાજકીય દબાણ વધી શકે છે, જે રણનીતિક સંયમ (Strategic restraint)ને નબળો પાડી શકે છે. કુમારના જણાવ્યા અનુસાર, ઇતિહાસ સાક્ષી છે કે ઘણા મોટા યુદ્ધો પ્રી-પ્લાન્ડ ન હતા, પરંતુ પરિસ્થિતિઓને કારણે ધીમે ધીમે વધતા ગયા. વર્તમાન સ્થિતિ પણ તે જ દિશામાં જઈ શકે છે.

