Final Up to date:
ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2026માં ઝિમ્બાબ્વે સામે સુપર 8ની મહત્વપૂર્ણ મેચ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમી રહી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક મોટી સિદ્ધિ મેળવી છે.
IND vs ZIM: ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2026માં ઝિમ્બાબ્વે સામે સુપર 8ની મહત્વપૂર્ણ મેચ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમી રહી છે. જેમાં ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવર્સમાં 4 વિકેટના નુકસાન પર 256 રનનો સ્કોર ઊભો કર્યો છે. આ મેચમાં ભારતીય ટીમ તરફથી ઓપનર બેટ્સમેન અભિષેક શર્માએ ફિફ્ટી ફટકારી જ્યારે હાર્દિક પંડ્યાએ પણ ધુંઆધાર અડધી સદી ફટકારી હતી. ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ મેચમાં 33 રનની ઇનિંગ રમી, જેના જોરે તે પોતાના ક્રિકેટ કરિયરમાં એક મોટી સિદ્ધિ મેળવવામાં સફળ રહ્યો.
ઝિમ્બાબ્વે સામે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ભલે પોતાની અડધી સદી પૂરી કરી શક્યો નહીં. પરંતુ તેનો આક્રમક અંદાજ જરૂર જોવા મળ્યો. સૂર્યકુમાર યાદવે આ મેચમાં 13 બોલનો સામનો કર્યો જેમાં તેણે 33 રનની ઇનિંગ રમી. તેણે પોતાની બેટિંગ દરમિયાન ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. સૂર્યાએ પોતાની આ ઇનિંગના જોરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 4000 રનનો આંકડો પાર કર્યો. સૂર્યકુમાર યાદવના કરિયરની વાત કરવામાં આવે તો, તેણે અત્યાર સુધીમાં 148 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં 140 ઇનિંગમાં બેટિંગ કરતા 34.1ની સરેરાશથી 4024 રન બનાવી ચૂક્યો છે. આ દરમિયાન સૂર્યાના બેટમાંથી ચાર સદી અને 29 અડધી સદી જોવા મળી.
ટીમ ઇન્ડિયા તરફથી આ મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના બેટમાંથી શાનદાર ઇનિંગ જોવા મળી, જે છેલ્લા કેટલાક સમયથી મોટી ઇનિંગની રાહ જોઈ રહ્યો હતો. હાર્દિક પંડ્યાએ ઝિમ્બાબ્વે સામે 23 બોલમાં 2 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 50 રનની અણનમ ઇનિંગ રમી. આ ઉપરાંત તિલક વર્માએ પણ 16 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 44 રનની શાનદાર ઇનિંગ રમી.

