આરોપીઓની મોડસ ઓપરેન્ડી એટલે કે ગુનો કરવાની રીત પણ ચોંકાવનારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ કોઈ મોટી મશીનરી નહીં, પરંતુ સામાન્ય કલર પ્રિન્ટરનો ઉપયોગ કરીને 500 અને 200 રૂપિયાના દરની નકલી નોટો છાપતા હતા. દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી 500 ના દરની 14 નોટો અને 200 ના દરની 2 નોટો મળીને કુલ 16 જેટલી નકલી નોટો મળી આવી છે, જેને કબજે કરવામાં આવી છે. આ ઉપરાંત, નોટ છાપવા માટે વપરાતું કલર પ્રિન્ટર, નોટને અસલી જેવો લુક આપવા માટે વપરાતી ખાસ પ્રકારની ઇન્ક અને ઉચ્ચ ગુણવત્તાવાળા પેપર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

