અમદાવાદ: મહિલા સહકર્મી સાથે પતિ ઇનરવેર જેવી ગંદી વાતો કરતો! ફોન જોતા જ પત્નીના પગ નીચેથી જમીન સરકી

અમદાવાદ: મહિલા સહકર્મી સાથે પતિ ઇનરવેર જેવી ગંદી વાતો કરતો! ફોન જોતા જ પત્નીના પગ નીચેથી જમીન સરકી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

અમદાવાદમાં 29 વર્ષીય યુવતીએ પતિ અને સાસરિયા સામે ત્રાસની ફરિયાદ કરી છે. લગ્ન બાદ દહેજ અને પગાર બાબતે ઝઘડા, કેનેડા નોકરીના બહાને 16 લાખ રૂપિયા વાપર્યા, પતિ ઓફિસ સહકર્મી સાથે અંગત વાતો કરતો, સાસરિયા ત્રાસ આપતા હોવાનો આરોપ છે.

Rapid Read
News18
News18

અમદાવાદ: લગ્ન બાદ પરિણીતા યુવતીને સાસરિયા પક્ષ ત્રાસ ગુજારતા હોવાનો વધુ એક કિસ્સો હાલ અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં ચોંકાવનારી વાત તો એ છે કે, પૈસાના ભૂખ્યા સાસરિયાઓએ પીડિત યુવતીને નોકરીના નામે કેનેડા મોકલી નાણાંની ભીડના બહાને 16 લાખ રૂપિયા વાપરી નાખ્યા છે. આટલું જ નહીં તેનો પતિ પણ ઓફિસની સહકર્મી યુવતી સાથે અંગત અને મીઠી પળોની વાતો કરતો હોવાનું અને સમગ્ર વાતની જાણ હોવા છતાં સાસરિયાઓ તેને સપોર્ટ કરતા હોવાનું સામે આવ્યું છે, જે મામલે પોલીસને ફરિયાદ મળતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

સમગ્ર મામલાની વિગતવાર વાત કરીએ તો, અમદાવાદના છારોડીમાં રહેતી 29 વર્ષીય પરિણીતા યુવતીએ ફરિયાદ નોંધાવી છે. એ અનુસાર, તે પોતે હાલ આઇટી કંપનીમાં નોકરી કરે છે અને તેણીએ વર્ષ 2021માં અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી સાસરિયાઓ પગાર અને દહેજ બાબતે બોલાચાલી કરીને ઝઘડો કરીને માનસિક શારીરિક ત્રાસ ગુજારતા હતા.

બાદમાં વર્ષ 2023માં સાસરિયાઓએ યુવતીને કેનેડા મોકલી દીધી હતી. જે બાદ ત્યાં નોકરી માટે ફરજ પાડીને નાણાંની ભીડના બહાના કરીને તેની પાસેથી નાણાં મંગાવતા હતા. જોકે તેના પતિએ કેનેડા જવાની મનાઇ કરતા યુવતી ઘરે પરત આવી ગઇ હતી. ત્યારે યુવતીના 16 લાખ રૂપિયા વાપરી નાખીને સાસરિયાઓએ યુવતીને અવગણીને માર મારવાનું ચાલું કર્યું હતું.

આટલું બધું સહન કર્યા બાદ પણ વાત આટલેથી ન અટકતા વધુ એક ચોંકાવનારું તથ્ય સામે આવ્યું કે, આ પીડિત પરિણીતા યુવતીને સોશિયલ મીડિયા મારફતે તેનો પતિ ઓફિસ ટૂરના બહાને સહકર્મી યુવતી સાથે અમેરિકા ગયો હોવાનું જાણવા મળતા પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. ભારત આવીને પણ પતિ સહકર્મી યુવતી સાથે ઇનરવેરના કલર જેવી અંગત અને મીઠી પળોની વાતો કરતો હતો.

આટલું જ નહીં, આ બાબતે યુવતીએ સાસુ-સસરાને ફરિયાદ કરતા તે લોકોએ કોર્પોરેટ કલ્ચરમાં આ બધું સામાન્ય હોવાનું કહીને વાત ઉડાવી દીધી હતી. જે બાદ યુવતીને ગામડાની હોવાનું કહીને કાઢી મૂકી હતી અને પોલીસ ફરિયાદ કરીશ તો ખોટા આક્ષેપ કરીને ફસાવી દેવાની ધમકી આપી હતી. જોકે અંતે, યુવતીએ હિંમત એકઠી કરીને પતિ, સાસુ-સસરા, દાદી સાસુ અને દાદા સસરા સહિતના લોકો સામે ફરિયાદ આપતા સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *