ઝારખંડથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ જંગલમાં ક્રેશ, અંદર બેઠા હતા 7 લોકો

ઝારખંડથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ જંગલમાં ક્રેશ, અંદર બેઠા હતા 7 લોકો

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

રાંચીના બિરસા મુંડા એરપોર્ટથી દિલ્હી માટે ઉડાન ભરેલી આરએપીએલ કંપનીની ચાર્ટર એર એમ્બ્યુલન્સ ચરતા જિલ્લાના સિમરિયા વિસ્તારમાં આવતા કથીયાતુના જંગલમાં ક્રેશ થઈ ગયું. તેમાં પાયલટ-ક્રૂ મેમ્બર સહિત 7 લોકોના સવાર હતા.

News18
News18

રાંચી: ઝારખંડના આકાશમાં સાંજના સાત વાગ્યે મંડરાઈ રહેલું સસ્પેન્સ એક ખતરનાક હકીકતમાં બદલાઈ ગયું છે. રાંચીના બિરસા મુંડા એરપોર્ટથી દિલ્હી માટે ઉડાન ભરેલી આરએપીએલ કંપનીની ચાર્ટર એર એમ્બ્યુલન્સ ચતરા જિલ્લાના સિમરિયા વિસ્તારમાં આવતા કથીયાતુના જંગલમાં ક્રેશ થઈ ગયું. તેમાં પાયલટ-ક્રૂ મેમ્બર સહિત 7 લોકો સવાર હતા.

એક ખાનગી Beechcraft King Air C90 વિમાન (રજિસ્ટ્રેશન: VT-AJV) Ranchiના બિરસા મુંડા એરપોર્ટથી દિલ્હીના ઈંદિરા ગાંધી એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. વિમાને રાંચીથી સાંજના 7.11 કલાકે ઉડાન ભરી હતી. આ વિમાન 7.34 કલાકની આસપાસ અટાલી નામના વિસ્તાર પાસેથી તેનો સંપર્ક તૂટી ગયો. છેલ્લે આ વિમાનનો સંપર્ક VEC કંટ્રોલ સાથે થયો હતો. વારાણસી એર ટ્રાફિક કંટ્રોલથી વિમાનનો કોઈ સંપર્ક થયો નહીં. તે પછી 8.05 કલાકે રેસ્ક્યૂ કોઓર્ડિનેશન સેન્ટરને એક્ટિવ કરી દીધું. એટલે કે શોધ અને બચાવની પ્રક્રિયા શરૂ કરી દીધી.

લાતેહાર અને પલામૂની વચ્ચે ડાર્ક ઝોનમાં વિમાન ગુમ

વિમાનનું છેલ્લુ લોકેશન લાતેહાર અને પલામૂ વચ્ચે આવેલા ગાઢ જંગલ અને પહાડી વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તે સમયે વિસ્તારમાં અચાનક હવામાન ખરાબ થઈ ગયું. ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો હતો. શંકા છે કે આ ખરાબ દ્રશ્યતાના કારણે વિમાન પોતાનો રસ્તો ભટકી ગયું અથવા કોઈ દુર્ઘટનાનો શિકાર થઈ ગયું. લાતેહાર અને પલામૂ આ વિસ્તાર ખૂબ જ ગાઢ જંગલવાળો છે. જેનાથી સર્ચ ઓપરેશનમાં પણ ભારે તકલીફનો સામનો કરવો પડી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *