Final Up to date:
ઑસ્ટ્રેલિયા પછી આ દેશ પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર રોક લગાવી શકે છે. દિવસેને દિવસે સોશિયલ મીડિયા તરફ બાળકો વધારે આકર્ષાઈ રહ્યાં છે. આમ, તમે પણ બાળકોને વધારે ફોન આપો છો તો તમારે એલર્ટ થવાની જરૂર છે.
ફેસબુક, ઇન્સ્ટાગ્રામથી લઈને બીજી અનેક એપ એવી છે જેનો ઉપયોગ દિવસેને દિવસે સતત વધતો જાય છે. ડિજિટલ સમયમાં સોશિયલ મીડિયા તરફ બાળકો વધારે આકર્ષાય છે. જો કે આ જોતાં સરકારને ચિંતા વધવા લાગી છે. ઘણી બધી સરકાર બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માટે આ દિશામાં કામ કરી રહી છે. આમાં સૌથી પહેલું નામ ઑસ્ટ્રેલિયાનું હતું. અહીંયા 6 વર્ષથી નાની ઉંમરનાં બાળકોને સોશિયલ મીડિયાને બેન કરવામાં આવ્યું હતું. અલજઝીરાનાં રિપોર્ટ અનુસાર હવે ઑસ્ટ્રેલિયા પછી બ્રિટન પણ દુનિયાભરમાં બાળકો પર મોબાઇલ અને સોશિયલ મીડિયાની અસરને લઈને વિચારણા કરી શકે છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે આ રસ્તો સક્સેસ જાય છે કે નહીં.
બ્રિટન સરકાર કેમ આ વિશે વિચારી રહી છે?
બ્રિટન સરકાર અનેક વિકલ્પો પર એક સાથે વિચાર કરી રહી છે. આમાંથી સૌથી મહત્વનો પ્રસ્તાવ ડિજિટલ સહમતિની ઉંમર વધારવાની છે. જો કે આ ઉંમર 13 વર્ષ સુધી નક્કી છે, પરંતુ સરકાર આ આગળ વધારવા માટે વિચારણા કરી રહી છે. હાલમાં આ દેશમાં બાળકો 13 વર્ષની ઉંમરમાં સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવી શકે છે. આ સિવાય UK સરકાર બાળકોને મોબાઇલ ઉપયોગ કરવાની સીમા નક્કી કરી શકે છે એટલે કે ફોન કર્ફ્યુ લગાવવા પર પણ ચર્ચા કરી શકે છે. આમાં નિશ્ચિત સમય પછી બાળકોનો ફોન તેમજ સોશિયલ મીડિયા એપ્સ એની જાતે જ બંધ થઈ જાય છે.
સરકારનું માનવું છે કે આ બાળકોને મોડી રાત સુધી ફોન ચલાવવાથી રોકવામાં આવશે. આ સાથે સરકાર સ્ટ્રીક્સ તેમજ સતત સ્ક્રોલ કરવામાં આવતા કન્ટેન્ટ પર રોક લગાવવાનો વિચાર કરી શકે છે. કારણકે સરકારનું માનવું છે કે આ ફીચર બાળકોને લત લગાવવાનું કામ કરી શકે છે.
આમ, જો તમે પણ તમારા બાળકોને વધારે ફોન આપો છો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની બાબતમાં રોકતા નથી તો આ વિશે તમારે વિચારવું જોઈએ. આ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. વધતો જતો સ્ક્રીન ટાઇમ બાળક અને પેરેન્ટ્સ એમ બન્ને માટે જોખમી સાબિત થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
Ahmedabad,Gujarat

