ગુનેગારોના ઘરમાં ઘુસી મોટા રેકેટનો પર્દાફાશ

ગુનેગારોના ઘરમાં ઘુસી મોટા રેકેટનો પર્દાફાશ

બ્લોગ BLOG
Spread the love



રાજકોટ પોલીસ અને PGVCLએ ગુનેગારો પર ગાળિયો કસવા માટે એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્ય… વિછીયા અને જસદણ પંથકમાં રીઢા ગુનેગારોના રહેણાંક મકાનો પર દરોડા પાડીને વીજ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો.રાજકોટ એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લાની LCB, SOG, વિછીયા, જસદણ અને આટકોટ પોલીસની ટીમ આ મેગા ઓપરેશનમાં જોડાઈ.. 8 જેટલા નામચીન ગુનેગારોના રહેણાંક મકાનોમાં સર્ચ હાથ ધરાયું. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવી. તપાસ દરમિયાન 74 જેટલા ગેરકાયદે વીજ જોડાણો મળી આવતા તેને કાપી નાખવામાં આવ્યા… PGVCLએ આ ગેરકાયદે વીજ જોડાણો બદલ કુલ 68.6 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો… પોલીસ અને PGVCLની આ સંયુક્ત કાર્યવાહીથી પંથકના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *