Omnitech Engineering કંપની શું કરે છે? – રોકાણ કરતા પહેલા કંપનીનો ઇતિહાસ જાણવો જરૂરી છે. ઓમનીટેક એન્જિનિયરિંગ છેલ્લા 19 વર્ષથી ‘હાઈ-પ્રિસિઝન’ (અત્યંત સચોટ અને બારીક) એન્જિનિયરિંગ પાર્ટ્સ અને એસેમ્બલી બનાવી રહી છે. આ પાર્ટ્સ એવી મશીનોમાં વપરાય છે,જ્યાં કોઈ ભૂલની ગુંજાયશ નથી હોતી. કંપનીનો બિઝનેસ માત્ર ભારત સુધી સીમિત નથી. તેણે અમેરિકા, જર્મની, યુએઈ, સ્વીડન અને બ્રિટન સહિત વિશ્વના 24 દેશોમાં પોતાનો બિઝનેસ ફેલાવ્યો છે. કંપની પાસે 256થી વધુ મોટા ક્લાયન્ટ્સ છે, જે વર્ષોથી તેની પાસેથી માલ ખરીદે છે.

