સોનાના ભાવ વધ્યા કે ઘટ્યા? – ચાંદીના ભાવ પછી સોનાના ભાવ વિશે વાત કરીએ, તો આ કિંમતી ધાતુમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. હા, વચ્ચે-વચ્ચે તેના ભાવમાં થોડો ઉછાળો પણ જોવા મળ્યો છે. પરંતુ મંગળવારે 2 એપ્રિલની એક્સપાયરીવાળા સોનાના ફ્યુચર્સ ભાવ પોતાના અગાઉના ક્લોઝ 1,54,760 રૂપિયાથી ઘટીને 1,53,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર પહોંચી ગયા છે. એટલે કે MCX પર સોનાનો ભાવ 1,210 રૂપિયા ઘટ્યો છે.

