નડિયાદની સંતરામ સબ યાર્ડ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. આગની આ ઘટનાને પગલે માર્કેટમાં આવેલી 5 જેટલી શાકભાજીની દુકાનોમાં આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા, જો કે ફાયર બ્રિગેડને કોલ મળતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. તો સ્થાનિક પોલીસ અને MGVCL ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો. હાલ સોશિયલ મીડિયામાં વિકરાળ આગના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે.
Source link
