‘મારા પેટમાં તારું બાળક છે’: મહિલા શિક્ષકે 9માં ધોરણના વિદ્યાર્થીને ફસાવી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા, કોર્ટે મોટી સજા ફટકારી

‘મારા પેટમાં તારું બાળક છે’: મહિલા શિક્ષકે 9માં ધોરણના વિદ્યાર્થીને ફસાવી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા, કોર્ટે મોટી સજા ફટકારી

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

આ ઘટનાના થોડા દિવસ બાદ જૂલીએ વિદ્યાર્થીને જણાવ્યું કે તે ગર્ભવતી થઈ ગઈ છે. જૂલીએ જણાવ્યું કે તેના પેટમાં ઉછરી રહેલું બાળક તેના પતિનું નહીં પણ તારું છે.

News18
News18

શિક્ષણના મંદિરમાં સ્કૂલની એક મહિલા ટીચરે એવો કાંડ કર્યો છે, જેને સાંભળી જજ સાહેબ પણ હચમચી ગયા. આ સ્કૂલ ટીચરની કહાની જેવી દુનિયા સામે આવી, લોકો વાતો કરવા લાગ્યા. આ ઘટના શિક્ષણના મંદિરમાં થતાં ગુનાની એક એવી કહાની રજૂ કરે છે, જેનાથી દરેક મા-બાપ અજાણ છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં એક મહિલા ટીચરે 9મા ધોરણમાં ભણતા બાળક સાથે પહેલા જબરદસ્તી કરી અને પછી બ્લેકમેલ કરી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. વોલ ટાઉનશિપ હાઈ સ્કૂલની 37 વર્ષીય પૂર્વ અંગ્રેજી શિક્ષિકા જૂલ રિજિટેલોને બે વિદ્યાર્થી સાથે યૌન સંબંધ બાંધવા અને તેમને માનસિક રીતે પ્રતાડિત કરવાના આરોપમાં 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. આવો જાણીએ આ કેસ વિશે વિસ્તારથી…

જૂલીએ વર્ષ 2017માં એક વિદ્યાર્થીને ત્યારે ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું જ્યારે તે નવમા ધોરણમાં ભણતો હતો. જૂલીએ સૌથી પહેલા છાત્રને ધીમે ધીમે વિશ્વાસમાં લીધો અને પોતાના પ્રભાવમાં લઈ લીધો. રાત દિવસ તે આ વિદ્યાર્થીને ભણવાના બહાને ઘરે બોલાવતી. આ છોકરા સાથે કલાકો સુધી વાતો કરતી. વર્ષ 2018માં જન્મદિવસ પર જૂલીએ તેને અસુરક્ષિત શારીરિક સંબંધ બાંધવા માટે રાજી કરી લીધો.

ગર્ભપાતનો દાવો

આ ઘટનાના થોડા દિવસ બાદ જૂલીએ વિદ્યાર્થીને જણાવ્યું કે તે ગર્ભવતી થઈ ગઈ છે. જૂલીએ જણાવ્યું કે તેના પેટમાં ઉછરી રહેલું બાળક તેના પતિનું નહીં પણ તારું છે. જૂલી રિજિટેલોએ આ બાળકને આવું કહીને વારંવાર સંબંધ બાંધવા લાગી. તેની ક્રૂરતા અહીંથી ખતમ નથી. તેણે બાળકને વિશ્વાસ અપાવ્યો કે તેના ગર્ભમાં ઉછરી રહેલું બાળક તેનું જ છે. તેણે દાવો કર્યો કે, તે તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધતી નથી, એટલા માટે ગર્ભધારણ કરવાની ટાઈમિંગ વિદ્યાર્થી સાથે થયેલી મુલાકાત સાથે મેળ ખાય છે.

ગર્ભપાતના બહાને વિદ્યાર્થીનું શોષણ

એક દિવસ અચાનક તેણે છાત્રને સૂચના આપી કે તેણે ગર્ભપાત કરાવી લીધો છે. આ ખુલાસાએ વિદ્યાર્થીને ભાવનાત્મક રીતે તોડી નાખ્યો. તે બાળકને ખોવા અને અપરાધબોધ સાથે વર્ષો સુધી માનસિક પ્રતાડના વેઠતો રહ્યો. બાળકની માનસિક સ્થિતિની જ્યારે તેના પરિવારને ખબર પડી તો મહિલા ટીચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

જજની આકરી ટિપ્પણી

હવે આ કેસમાં કોર્ટે સજા સંભળાવી છે. સજા સાંભળતા જ જજે જૂલીના વ્યવહારની આકરી ટીકા કરી. કોર્ટે કહ્યું કે, એક શિક્ષિકા હોવાના નાતે તેની જવાબદારી છાત્રોની સુરક્ષા કરવાની હતી, પણ તેણે પોતાની શક્તિનો દુરુપયોગ કરી તેને શિકાર બનાવ્યો. જજે ટિપ્પણી કરી કે ગ્રૂમિંગનો આ વ્યવહાર પીડિતોના મગજ પર ઊંડો માનસિક ઘા છોડે છે, જેમાંથી બહાર આવવામાં તેને આખી જિંદગી નીકળી જશે.

પીડિતોનું દર્દ અને કોર્ટનો ચુકાદો

આ કેસની સુનાવણી દરમિયાન પીડિતોએ જણાવ્યું કે, કેવી રીતે આ ઘટનાએ તેમના આત્મવિશ્વાસ, સંબંધ અને માનસિક સ્વાસ્થ્યને તબાહ કરી શકે છે. જૂલીએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો, જે બાદ તેને 10 વર્ષની કઠોર સજા સંભળાવી. તેની સાથે જ સજા પૂરી થયા બાદ પણ તે આજીવન પેરોલની દેખરેખમાં રહેશે અને તેનું નામ યૌન અપરાધીની યાદીમાં નોંધાયેલું રહેશે. આ કેસ ન ફક્ત અમેરિકા પણ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષકોના વ્યવહાર પર ગંભીર સવાલ ઊભા કરે છે.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/દેશવિદેશ/

‘મારા પેટમાં તારું બાળક છે’: મહિલા શિક્ષકે 9માં ધોરણના વિદ્યાર્થીને ફસાવી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા, કોર્ટે મોટી સજા ફટકારી



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *