‘જલવા હૈ હમારા,’ ઈશાન કિશન સોશિયલ મીડિયામાં વાયરલ, પાકિસ્તાન હારતા યુઝર્સે ભરપૂર મજા લીધી

‘જલવા હૈ હમારા,’ ઈશાન કિશન સોશિયલ મીડિયામાં વાયરલ, પાકિસ્તાન હારતા યુઝર્સે ભરપૂર મજા લીધી

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

પાકિસ્તાન સામેની મેચમાં ઈશાન કિશનનું પર્ફોર્મન્સ સૌથી બેસ્ટ રહ્યું છે. જેથી આ મેચ બાદ સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ વાયરલ થયા છે. જેને લઈને સોશિયલ મીડિયા પર ઈશાન કિશન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

(Image: X@BCCI)
(Picture: X@BCCI)

નવી દિલ્હી: કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થઈ હતી. આ મેચ ભારતે જીતી લીધી છે. ટોસ જીત્યા બાદ પાકિસ્તાને બોલિંગ પસંદ કરી અને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન સાથે 175 રનનો સ્કોર બનાવ્યો હતો. જોકે ટીમ ઈન્ડિયાએ મેચમાં પહેલી ઓવરમાં જ અભિષેક શર્માની વિકેટ ગુમાવી હતી. બાદમાં ઈશાન કિશને જોરદાર બેટિંગ કરી હતી. ઈશાન કિશને 40 બોલમાં 77 રન ફટકાર્યા હતા.

પાકિસ્તાન સામેની મેચમાં ઈશાન કિશને 77 રન મારીને 10 ચોગ્ગા અને 3 સિક્સ મારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 192.50 જોવા મળ્યો હતો. ઈશાન કિશનની આ પારીને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ પાકિસ્તાનની મજા લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલ ઘણા મીમ્સ વાયરલ થયા છે. જેને લઈને ઈશાન કિશન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

એક યુઝરે ઈશાન કિશનને મિર્ઝાપુરના મુન્ના ભૈયા સાથે સરખાવ્યો તો અન્ય એક યુઝરે તેને ગોલમાલના વસૂલી ભાઈના રૂપમાં દર્શાવ્યા જેમાં તેઓ કોહલીની તસવીર સામે નમન કરી રહ્યા છે. ઈશાન કિશને જ્યારથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે, ત્યારથી તેનું પર્ફોર્મન્સ ઘણું શાનદાર રહ્યું છે જે લોકોને ઘણું પસંદ આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ઈશાન કિશન ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 3 મેચમાં રમ્યો છે. જેમાં ત્રણેય મેચમાં તેનું પર્ફોર્મન્સ સારું રહ્યું છે. ત્રણેય મેચમાં તેણે અત્યાર સુધી 158 રન બનાવ્યા છે. જેમાં તેણે 2 વાર 50 રન માર્યા છે. પાકિસ્તાન સામેની મેચમાં ઈશાન કિશનનો સ્ટ્રાઈક રેટ 197.50નો જોવા મળ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *