ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલા બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, ચોરીનો મુખ્ય સૂત્રધાર શૈલેન્દ્રસિંગ ઉર્ફે સેલસિંહ રાજપૂત અને રતનસિંહ રાઠોડ હતા. શૈલેન્દ્રસિંગ ઉર્ફે સેલસિંહ રાજપૂત ચોરીની ઘટનાને અંજામ આપ્યાના એક મહિનાથી રાજકોટ ખાતે રેકી કરતો હતો. તેમજ ત્યારબાદ તેણે અમદાવાદ ખાતે રહેતા મુકેશ પ્રજાપતિ અને ઉત્તર પ્રદેશના વતની અને છોટુ ભૈયા તરીકે જાણીતા વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. તેમજ ત્યારબાદ ચોરીનો ફુલ પ્રુફ પ્લાન બનાવ્યો હતો. પ્લાનને અમલમાં મૂકવા માટે રતનસિંહે બોટાદના રાજુ ભોજકનો સંપર્ક કર્યો હતો. પોલીસ અનુસાર, સેલસિંહ રાજપૂત, રતનસિંહ રાઠોડ, મુકેશ પ્રજાપતિ, જગદીશ ભોજક અને છોટું – એમ કુલ પાંચ લોકોએ ચોરીને અંજામ આપ્યો હતો. (ફાઇલ તસવીર)

