વાહનચાલકો માટે રાહતના સમાચાર: એક્સપ્રેસવે પર ગાડી લઈને નીકળવાના હોવ તો આ નિયમ જાણી લેજો, પૈસા બચી જશે

વાહનચાલકો માટે રાહતના સમાચાર: એક્સપ્રેસવે પર ગાડી લઈને નીકળવાના હોવ તો આ નિયમ જાણી લેજો, પૈસા બચી જશે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમ અંતર્ગત, જો કોઈ એક્સપ્રેસવે એન્ડ ટૂ એન્ડ શરુ નથી થઈ તો તેના ચાલૂ ભાગ પર વસૂલવામાં આવતો ટોલ સામાન્ય હાઈવે બરાબર હશે.

News18
News18

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે ફી નિયમ 2008માં એક મહત્ત્વનું સંશોધન કર્યું છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે. હાલની વ્યવસ્થા અંતર્ગત, એક્સપ્રેસવે પર મુસાફરી કરવા માટે સામાન્ય નેશનલ હાઈવેની તુલનામાં 25 ટકા વધારે ટોલ ટેક્સ આપવો પડતો હતો. સરકારને લાગ્યું કે ઘણી વાર એક્સપ્રેસવેનો ખાલી એક નાનો એવો ભાગ ખુલે છે, પણ મુસાફરોને આખા એક્સપ્રેસવેની પ્રીમિયમ દર વસૂલવામાં આવે છે. હવે આ વિસંગતિને દૂર કરી દીધી છે.

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમ અંતર્ગત, જો કોઈ એક્સપ્રેસવે એન્ડ ટૂ એન્ડ શરુ નથી થઈ તો તેના ચાલૂ ભાગ પર વસૂલવામાં આવતો ટોલ સામાન્ય હાઈવે બરાબર હશે. આ વ્યવસ્થા 15 ફેબ્રુઆરી 2026થી સત્તાવાર રીતે લાગૂ થઈ જશે. આ એવા મુસાફરો માટે એક મોટી ખુશખબર છે, જે નિર્માણ દરમ્યાન જ એક્સપ્રેસવેના નાના ભાગનો ઉપયોગ કરે છે.

એક વર્ષ સુધી છૂટ મળશે

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટ ટોલ વ્યવસ્થા ત્યાં સુધી લાગૂ રહેશે જ્યાં સુધી એક્સપ્રેસવે સંપૂર્ણપણે ચાલૂ નથી થઈ જતો. જો કે તેના માટે એક સમય મર્યાદા પણ નક્કી કરી છે. આ નિયમ એક્સપ્રેસવેના અધૂરા ભાગ પર એક વર્ષ સુધી પ્રભાવી રહેશે. અથવા પછી એ તારીખ સુધી જ્યાં સુધી આખો એક્સપ્રેસવે ખુલી નથી જતો. એક વાર એક્સપ્રેસવે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ, તેના પર ફરીથી પ્રીમિયમ દર લાગૂ કરી દેવામાં આવશે.

આ બદલાવની પાછળ સરકારનો ઉદ્દેશ્ય લોકોને અધૂરા પણ ખુલેલા એક્સપ્રેસવે ભાગનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જો મોંઘા ટોલના ડરથી લોકો જૂના નેશનલ હાઈવે પર જ ચાલે છે, જેનાથી ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ બને છે. ઓછો ટોલ હોવાથી લોકો નવા રસ્તાની પસંદગી કરે, જેનાથી જૂના હાઈવે પર ભીડ ઓછી થશે. સફરનો સમય બચશે અને ટ્રાફિક જામ ઘટવાથી ઈંધણની બચત સાથે સાથે પ્રદૂષણ પણ ઓછું થશે.

મુસાફરો માટે શું બદલાશે?

15 ફેબ્રુઆરી બાદ જ્યારે આપ કોઈ નિર્માણાધીન એક્સપ્રેસવેના ખુલેલા ભાગમાંથી પસાર થશો તો આપના ફાસ્ટેગથી કપાતી રકમ ઘટી જશે. સરકારનું આ પગલું પારદર્શિતા લાવવા અને યાત્રીઓને આપવામાં આવતી સુવિધાઓની સરખામણીમાં પૈસા વસૂલવાની દિશામાં એક મોટો સુધારો માનવામાં આવી રહ્યો છે. તેનાથી એ હજારો વાહન ચાલકોને રાહત મળશે જે દિલ્હી-મુંબઈ અથવા આવી રીતના અન્ય મોટા એક્સપ્રેસવેના નાના નાના પેચનો ઉપયોગ કરે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *