હચમચાવી નાખે એવી ઘટનાઃ ગેસ ગીઝરે લીધો પતિનો જીવ, તો આઘાતમાં પત્નીએ પણ ટૂંકાવ્યું જીવન

હચમચાવી નાખે એવી ઘટનાઃ ગેસ ગીઝરે લીધો પતિનો જીવ, તો આઘાતમાં પત્નીએ પણ ટૂંકાવ્યું જીવન

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love

Final Up to date:

કર્ણાટકના બેંગ્લોર ઉત્તર જિલ્લાના નેલમંગલા તાલુકામાંથી એક ધ્રૂજાવી દેનારી અને ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. બેટ્ટનાગેરે ગામમાં એક મહિલાને તેના પતિના મૃત્યુના દુઃખદ સમાચાર મળ્યા અને તે આ આઘાતને સહન ન કરી શકી. પતિના મૃત્યુ બાદ મહિલાએ પણ આત્મહત્યા કરી લીધી.

હચમચાવી નાખે એવી ઘટના

પોલીસ સૂત્રો અનુસાર, મૃતક બી. રાજ વ્યવસાયે ડ્રાઇવર હતા. ઘરમાં ગીઝરમાંથી ગેસ લીક થવાથી તેમનું મૃત્યુ થયું હતું. આ સમાચાર જ્યારે કેનરા બેંકમાં કામ કરતી તેમની પત્ની મીનાબેનને મળ્યા, ત્યારે તેમણે પણ આત્મહત્યા કરી લીધી.

ગેસ ગીઝરે લીધો જીવ

પોલીસે જણાવ્યું કે બી. રાજ નાહવા ગયા હતા. ત્યારે જ ગીઝરના ગેસના કારણે તેઓ બેહોશ થઈ ગયા અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ તેમના પુત્ર તરુણે કેનરા બેંકમાં કામ કરતી માતા મીનાબેનને આ અંગેની જાણ કરી હતી.

પતિના મોત બાદ ઘરે પરત ન ફર્યા

પોલીસના જણાવ્યા અનુસાર, પતિના અવસાનના સમાચાર મળ્યા બાદ મીનાબેન ભારે આઘાતમાં આવી ગયા હતા. તેઓ ઘરે પરત ફર્યા નહોતા. તરુણે રાત્રે ઘણા સમય સુધી પોતાની માતાની રાહ જોઈ. પરંતુ ઘણા કલાકો સુધી તેઓ ઘરે પરત ફર્યા નહીં, તેમની શોધખોળ કરવા છતાં તેમનો કોઈ અતોપતો લાગ્યો નહીં. અંતે તરુણે પોલીસ સ્ટેશનમાં માતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી.

લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

દીકરાની પોલીસ ફરિયાદ બાદ પોલીસે મીનાબેનની શોધખોળ શરૂ કરી. પોલીસને બેટ્ટનાગેરે પાસે મીનાબેનનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મીનાબેન પોતાના પતિના મૃત્યુના આઘતને સહન ન કરી શક્યા અને તેમણે આટલું મોટું પગલું ભરી લીધું. નેલમંગલા પોલીસ સ્ટેશન અને મદનાયકનહલ્લી પોલીસ સ્ટેશનમાં બંને મૃત્યુના અલગ-અલગ કેસ નોંધાયા છે. હાલ પોલીસ આ આખી ઘટનાની તપાસ કરી રહી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *