Final Up to date:
દિલ્હીના શકરપુર બસ્તીના પરિવારમાં માતન છવાયેલો છે. કારણ છે એક સગીર બાળકીનું ગાયબ થવું. હકીકતમાં જોઈએ તો, રાજેન્દ્ર કુમાર અને સુનીતા કપૂરની દીકરી ઈશા છેલ્લા દોઢ મહિનાથી ગુમ છે.
Delhi Teennge Woman Lacking: દિલ્હીમાં સતત ગુમ થઈ રહેલા લોકોમાં ઈશાનું નામ પણ સામેલ છે. ઈશા 1.5 મહિનાથી ગુમ છે. તેની માતા દરવાજા પર તેની રાહ જોઈ રહી છે. તેમની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. કહેવાય છે કે, 16 વર્ષની ઈશા પોતાના બોયફ્રેન્ડથી પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. તે લગ્ન કરવા માગતી હતી. તે છોકરા સાથે લગ્ન કરવા માટે છોકરાના માતા-પિતાને મળવા ગઈ હતી. જો કે, છોકરાના પરિવારે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ તે ઉદાસ રહેવા લાગી હતી. એક દિવસ પોતાના પાપા પાસે મોમો ખાવા માટે 100 રુપિયા લઈને ઘરેથી નીકળી હતી, ત્યારથી તે ઘરે પાછી નથી આવી. ઈશા જેવી કેટલીય છોકરીઓ છે, જે નાની ઉંમરમાં પ્રેમ માટે ઘર છોડીને ગાયબ થઈ રહી છે.
દિલ્હીના શકરપુર બસ્તીના પરિવારમાં માતન છવાયેલો છે. કારણ છે એક સગીર બાળકીનું ગાયબ થવું. હકીકતમાં જોઈએ તો, રાજેન્દ્ર કુમાર અને સુનીતા કપૂરની દીકરી ઈશા છેલ્લા દોઢ મહિનાથી ગુમ છે. ઈશાનું બીજું નામ અંકિતા કપૂર છે. તેની માતા સુનીતાએ ન્યૂઝ 18 હિન્દીને જણાવ્યું હતું કે અમારી દીકરીને કોઈ છોકરા સાથે અફેર હતું. તેના પ્રેમમાં તે ઘર છોડીને ગાયબ થઈ ગઈ.
માતાએ જણાવ્યું કે છોકરાના પરિવારે તેને અપનાવવાની ના પાડી દીધી. તે દિવસથી દીકરી ગુમ છે. તેમણે જણાવ્યું કે, 18 જાન્યુઆરી અમને સોશિયલ મીડિયાથી જાણવા મળ્યું કે તે દિલ્હીથી જમ્મુ પહોંચી ગઈ છે. અમને ઈન્સ્ટાગ્રામ પર મળેલા નંબરથી સંપર્ક કર્યો, તેમણે જણાવ્યું કે ઈશા કહી રહી છે કે તેને દિલ્હી જવું છે. અમે તેને દિલ્હીની બસમાં બેસાડી દીધી છે. પોલીસે ઈશાનું લાસ્ટ લોકેશન પણ મળ્યું છે. તેને સીસીટીવી કેમેરામાં છેલ્લે લાલ કિલ્લા પર દેખાઈ હતી. જો કે, હજુ સુધી દીકરી ઘરે નથી પહોંચી.
ઈશાની કાકી સીમાએ પણ ન્યૂઝ 18 હિન્દીને જણાવ્યું કે સાતમું ધોરણ ભણ્યા બાદ તેણે અભ્યાસ છોડી દીધો હતો. તે આખો દિવસ મોબાઈલ પર સમય પસાર કરતી હતી. તેમણે જણાવ્યું કે, તે એક છોકરાને પસંદ કરતી હતી. 16 વર્ષની ઉંમરમાં જ તે પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. પણ છોકરાના પરિવારે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી, તે દિવસથી ઈશા ગુમ છે.
કાકીએ જણાવ્યું કે, આ અગાઉ પણ ઈશા એક વાર 12 વર્ષની ઉંમરમાં 10 દિવસ સુધી ઘરેથી ગુમ રહી હતી. હકીકતમાં તે એ વાતથી નારાજ હતી કે તેને દત્તક લેવામાં આવી હતી. જો કે બાદમાં તેને શોધી ઘરે પાછી લાવવામાં આવી હતી. ત્યાર બાદ બધું બરાબર ચાલતું હતું. ભણવામાં પણ તે હોંશિયાર હતી, પણ અચાનક અભ્યાસ છોડી દીધો. ઈશા બીજી વાર હવે 27 ડિસેમ્બર 2025થી ગુમ છે. અત્યાર સુધી તે ઘરે નથી પહોંચી. ઘરેથી નીકળતા પહેલા તેણે પોતાના પાપા પાસેથી 100 રુપિયા લીધા હતા. તેણે કહ્યું હતું કે તેને મોમોઝ ખાવા છે. ત્યાર બાદ તે હજુ સુધી ઘરે પાછી નથી આવી.
Feb 06, 2026 12:03 AM IST

