learn how to retailer inexperienced peas for very long time : શિયાળાની ઋતુમાં બજારમાં લીલા વટાણાની ભરમાર માત્રામાં જોવા મળે છે. વટાણા અલગ-અલગ શાકભાજીમાં પણ નાખવામાં આવે છે. ખાસ કરીને જ્યારે તેની કિંમત ઓછી હોય ત્યારે લોકો એક સાથે વધુ ખરીદીને તેનો સંગ્રહ પણ કરે છે.
જોકે ઘણી વખત એવું પણ થાય છે કે વટાણાની છાલ કાઢ્યા પછી થોડા સમય પછી તેનો રંગ ફીકો પડવા લાગે છે, જેના કારણે ઝડપથી બગડે છે. આવી સ્થિતિમાં તમે કેટલીક ખાસ ટિપ્સને ફોલો કરીને વટાણાને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકો છો. અહીં અમે તમારા માટે કેટલીક ખાસ ટિપ્સ લાવ્યા છીએ, જેને તમે ફોલો કરી શકો છો.
વટાણાની છાલ કાઢ્યા પછી ધોઈ લો
વટાણાની છાલ કાઢ્યા પછી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો. વટાણાની છાલ કાઢ્યા પછી તેના પર હળવી ગંદકી અથવા શીંગનો રસ લાગી જાય છે, જેના કારણે તેના પર બેક્ટેરિયા વધે છે. જ્યારે વટાણાને ચોખ્ખા પાણીથી ધોવામાં આવે છે, ત્યારે તે ઝડપથી બગડતા નથી. જોકે ધોયા પછી તેને સારી રીતે સૂકવી લો.
એરટાઇટ કન્ટેનરનો ઉપયોગ કરો
છોલેલા વટાણાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે એરટાઇટ કન્ટેનરનો ઉપયોગ કરી શકો છે. આ સિવાય તમે ઝિપ લોક બેગનો પણ ઉપયોગ કરી શકો છો. તેના કારણે વટાણામાં ભેજ લાગતો નથી, જે તેને લાંબા સમય સુધી તાજા રાખી શકે છે.
આ પણ વાંચો – વિટામિન B12ની પાવર કેપ્સુલ! દરરોજ પાણીમાં ઓગાળીને પીવો આ જાદુઇ આઇસક્યૂબ
ફ્રીઝરમાં સ્ટોર કરો
છાલ કાઢ્યા પછી વટાણાને સ્ટોર કરવા માટે ફ્રીઝરનો ઉપયોગ કરી શકાય છે. ફ્રીઝરમાં રાખેલા વટાણા ઘણા અઠવાડિયા સુધી બગડતા નથી. શાકભાજી બનાવતી વખતે તમે તેનો સીધો ઉપયોગ પણ કરી શકો છો. જો તમે વટાણાનો ઉપયોગ 2-3 દિવસ માટે કરવા માંગતા હો, તો તેને રેફ્રિજરેટરના શાકભાજી સેક્શનમાં રાખવું વધુ સારું રહે છે.
