Gold Silver Value Crash : સોના ચાંદીમાં ઐતિહાસિક કડાકો, સોનું ₹ 30 હજાર સસ્તું થયું, ચાંદી ₹ 1.40 લાખ કકડભૂસ

Gold Silver Value Crash : સોના ચાંદીમાં ઐતિહાસિક કડાકો, સોનું ₹ 30 હજાર સસ્તું થયું, ચાંદી ₹ 1.40 લાખ કકડભૂસ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Finances 2026, Gold Silver Value Crash : સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ટોચતી ઇતિહાસનો સૌથી મોટો કડાકો બોલાયો છે. સોનાના ભાવમાં 30,000 રૂપિયા સુધી અને ચાંદીમાં 1.40 લાખ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. સોના ચાંદીમાં જબરદસ્ત ઘટાડાથી બુલિયન બજારમાં હાહાકાર મચ્યો છે. આટલા મોટા ઘટાડા બાદ નીચા ભાવે સોનું ખરીદવું કે હજી ઘટવાની રાહ જોવી તે વિશે લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. 

સોનું 30,000 રૂપિયા સુધી સસ્તું થયું

સોનાના ભાવમાં જબરદસ્ત કડાકો છે. આજે અમદાવાદમાં 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1. 70 લાખ રૂપિયા થયો હતો, એક દિવસ પહેલા 1,80,000 રૂપિયા હતો. એક દિવસમાં સોનામાં પ્રતિ 10 ગ્રામ દીઠ 10 હજાર રૂપિયા ઘટ્યા છે. તો 29 જાન્યુઆરીના રોજ સ્થાનિક ઝવેરી બજારમાં સોનાનો ભાવ 1.84 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. આમ રેકોર્ડ હાઇ લેવલથી પ્રતિ 10 ગ્રામ દીઠ સોનું 14,000 રૂપિયા સસ્તું થયું છે.

વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવ કકડભૂસ થતા ભારતમાં બંને કિંમતી ધાતુના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. એમસીએક્સ ગોલ્ડ વાયદાના ભાવ 31000 રૂપિયા સુધી તૂટ્યા છે. 29 જાન્યુઆરીના રોજ એમસીએક્સ ગોલ્ડ ફ્યચર વાયદો 1.69 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો. જે આજે ઘટીને 1.38 લાખ રૂપિયા બોલાયો હતો. 

સોના ચાંદીના ભાવ કેમ તૂટ્યા?

સોના ચાંદીના ભાવ ઘટવાનું કારણ વૈશ્વિક બુલિયન બજારમાં કડાકો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી અમેરિકાના ફેડરલ રિઝર્વ બેંકના ચેરમેન માટે પૂર્વ ફેડ ગવર્નર કેવિન વાર્શને નોમિનેટ કર્યા બાદ ડોલર ઇન્ડેક્સ 0.9 ટકા વધીને 97.15 સુધી પહોંચ્યો હતો. યુએસ ડોલર મજબૂત થતા સોના ચાંદી પર નકારાત્મક અસર થઇ છે. ટ્રમ્પના આ પગલાથી સોના ચાંદી જેવા સેફ હેવન ગણાતી કિંમતી ધાતુમાં ઘટાડો થયો છે. 

ચાંદીમાં 1.40 લાખનો કડાકો

ચાંદીમાં લાલતેજી બાદ ઐતિહાસિક કડાકો બોલાયો છે. તાજેતરમાં એમસીએક્સ ચાંદી વાયદો 4.04 લાખ રૂપિયા પ્રતિ 1 કિલોની ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. જો કે ત્યારબાદ મોટા કડાકો બોલાયો અને ચાંદી વાયદો ઘટીને 2.65 લાખ રૂપિયા થયો હતો. આમ ઐતિહાસિક ટોચથી એમસીએક્સ ચાંદી વાયદામાં 1.40 લાખ રૂપિયાનો કડાકો બોલાયો છે.

હાજર બજારની વાત કરીયે તો અમદાવાદમાં ચાંદી 1 લાખ રૂપિયા ઘટી છે. અમદાવાદના ઝવેરી બજારમાં 29 જાન્યુઆરીના રોજ હાજર ચાંદી ચોરસાનો 1 કિલોનો ભાવ 3.80 લાખ રૂપિયા હતો. જે આજે ઘટીને 2.85 લાખ રૂપિયા પ્રતિ 1 કિલો થયો છે. આમ સ્થાનિક બજારમાં હાજર ચાંદી 95 હજાર રૂપિયા સસ્તી થઇ છે.

માર્જિનમાં વધારો

સોના ચાંદી વાયદાના ભાવમાં મોટી વધઘટને રોકવા માટે એક્સચેન્જ દ્વારા માર્જિન વધારવામાં આવ્યું છે. એક્સચેન્જ તરફથી આપેલી જાણકારી મુજબ રિસ્ક માર્જિન તમામ રિસ્ક ધરાવતા ગોલ્ડ ફ્યચૂર કેટેગરી માટે વધારવામાં આવ્યું છે. સોનાના વાયદામાં રિસ્ક માર્જિન 6 ટકાથી વધારીને 8 ટકા કરવામાં આવ્યું છે. તો ચાંદી વાયદામાં રિસ્ક માર્જિન 11 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવ્યું છે. રિસ્ક માર્જિન વધતા સોના ચાંદી વાયદામાં ટ્રેડિંગ માર્જિન તરીકે વધારે રકમની જરૂર પડે છે.

બજેટ 2026માં સોનું ચાંદી સસ્તા થયા?

બજેટ 2026માં સોનું ચાંદી સસ્તી થવાની આશા રાખવનાર સામાન્ય લોકો થી લઇ બુલિયન બજારને નિરાશા મળી છે. કેન્દ્રીય બજેટ 2026માં નાણામંત્રી નિર્મલા સીતારમણ સોના ચાંદી પરની કસ્ટમ ડ્યૂટીમાં કોઇ ફેરફાર કર્યો નથી. સોના ચાંદી પર 6 ટકા કસ્ટમ ડ્યૂટી યથાવત રાખી છે. તેમા 5 ટકા બેઝિક કસ્મટ ડ્યૂટી અને 1 ટકા એગ્રીકલ્ચર સેશ (AIDC) હોય છે. જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ દ્વારા સોના ચાંદીની આયાત જકાત ઘટાડવા માંગણી કરી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *