અમરેલીના ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં જબરી મારામારી થઈ, જમણવારમાં રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતે ધિંગાણું થયું. અમરેલીના ચક્કરગઢ ગામેથી જાન આવી હતી. ત્યારે ખીસરી ગામે એક તરફ માંડવા નીચે ચાલી રહ્યું હતું જમણવાર, દરેક વ્યક્તિઓને ભોજન પીરસવામાં આવતું હતુ કે ત્યાં જ રોટલી આપવાની બાબતે રકઝક થઈ, સામાન્ય વાત એ હદે ઉગ્ર બની ગઈ કે મહેમાનો ઉશ્કેરાઈ ગયા. અને બે પક્ષના લોકો આમને સામને આવી ગયા. એવું ધિંગાણું સર્જાયું કે પોલીસે પણ વાયુવેગે આવવું પડ્યું હતું. લાકડી અને પાઈપ વડે એકબીજા પર હુમલો કરતા બંને પક્ષો 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા.
Source link
