Final Up to date:
Arijit Singh retirement: અરિજીતે સત્તાવાર રીતે પ્લેબેક સિંગર તરીકે પોતાની સફર ખતમ કરવાનો નિર્ણય લીધો છે અને સોશિયલ મીડિયા પર તેની પોસ્ટથી ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે.
Arijit Singh retirement: જે અવાજને આખા દેશે પ્રેમ કર્યો, જેના ગીતો તૂટેલા દિલોને રાહત આપી, તો ક્યારેક કોઈના પ્રેમને વાચા આપી, એ જ અવાજ અરિજીત સિંહે ગાયકીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. 2026ના પહેલા જ મહિનામાં બોલિવૂડમાંથી આ ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અરિજીતે સત્તાવાર રીતે પ્લેબેક સિંગર તરીકે પોતાની સફર ખતમ કરવાનો નિર્ણય લીધો છે અને સોશિયલ મીડિયા પર તેની પોસ્ટથી ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે.
અરિજીત સિંહે એક્સ પર એક લાંબી પોસ્ટ લખીને પોતાના દિલની વાત કહી છે. તેણે લખ્યું છે કે નમસ્કાર, આપ સૌને નવા વર્ષથી ઢગલાબંધ શુભકામનાઓ. આટલા વર્ષો સુધી આપે મને એક ગાયક તરીકે જે પ્રેમ આપ્યો, તેના માટે હું આપનો આભારી છું. પણ હવે મેં નિર્ણય લીધો છે કે આગળથી હું પ્લેબેક વોકલિસ્ટ તરીકે કોઈ નવા અસાઇનમેન્ટ અથવા કામ નહીં લઉં. હું આ સફરને અહીં વિરામ આપી રહ્યો છું. આ સફર શાનદાર અને સુખદ રહી.
અરિજીતે ભલે ફિલ્મી મ્યુઝિકમાંથી સંન્યાસ લઈ લીધો હોય, પણ તેનો સંગીત સાથેનો સંબંધ તૂટશે નહીં. તેણે આગળ સ્પષ્ટ કર્યું છે કે ભગવાન મારા પર ખૂબ જ મહેરબાન છે. હું સારા મ્યૂઝિકનો ચાહક છું અને આગળ એક નાના કલાકાર તરીકે પોતાની જાત પાસેથી ઘણું શીખવા અને નવું કરવાની કોશિશ કરીશ. આપના સપોર્ટ માટે ફરી એક વાર ધન્યવાદ. તેનો મતલબ છે કે હવે કદાચ ઈંડિપેંડેંટ મ્યૂઝિક અથવા પોતાના પ્રોજેક્ટ્સ પર ફોકસ કરશે.

