બનાસકાંઠા: ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજ પણ પોતાનું અલગ બંધારણ ઘડવા એકત્ર થયો છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના સમશેરપુરામાં રબારી સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન યોજાયું છે જેમાં બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાંથી અંદાજે પચાસ હજારથી વધુ લોકો જોડાયા છે. આ કાર્યક્રમમમાં નાનકડા નિર્મલ દેસાઈએ રબારી સમાજને ટકોર કરી હતી. ટચૂકડા નિર્મલે કહ્યું કે, પરંપરા અને કુરિવાજ વચ્ચેનો ફર્ક સમજવા પરિવર્તન જરુરી છે.
Source link
