શું Animal માટે રણબીર કપૂરે વધાર્યું હતું વજન? સામે આવ્યો BTS વીડિયો, સાચી વાત જાણીને ઉડી જશે હોંશ

શું Animal માટે રણબીર કપૂરે વધાર્યું હતું વજન? સામે આવ્યો BTS વીડિયો, સાચી વાત જાણીને ઉડી જશે હોંશ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ફિલ્મ ‘એનિમલ’ નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે. આ વીડિયોએ રણબીર કપૂરની પોલ ખોલી દીધી છે.  

વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

2023 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘એનિમલ’ રણબીર કપૂરની કરિયરની સૌથી મોટી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી હતી. 900 કરોડથી પણ વધારે કલેક્શન આ મૂવીએ કર્યું હતું. ફેન્સ આ ફિલ્મના બીજા ભાગનો રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે ફિલ્મનો એક બિહાઈન્ડ ધ સીન વીડિયો ચર્ચામાં આવ્યો છે, જેને જોઈને રણબીર કપૂરનાં ફેન્સ હેરાન થઈ ગયા છે. ફિલ્મનાં એક હિસ્સામાં રણબીરનું વજન વધેલું જોવા મળ્યું હતું. આ ભાગમાં એક્ટરનો ભરાવદાર અને બહાર નીકળેલું પેટ બતાવવામાં આવ્યું હતું. ચાહકો માનતા હતા કે આ ભાગ માટે રણબીરે ખરેખર વજન વધાર્યું હતું પરંતુ હવે તેના પેટ અને વધેલા વજન વિશેનું સત્ય બહાર આવ્યું છે.

એનિમલમાં રણબીરે પહેર્યો હતો સિલિકોન ફેટ સૂટ

ફિલ્મ એનિમલનો બિહાઈન્ડ ધ સીનનો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણબીર કપૂરનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. વાયરલ વીડિયો જોઈને તમે જાણી શકો છો કે સીનમાં વધેલું વજન બતાવવા માટે એક્ટરે એક ખાસ પ્રકારનું સિલિકોન ફેટ સૂટ પહેર્યું હતું જેનાં કારણે રણબીરનું વજન વધેલું લાગતું હતું.

વાયરલ વીડિયો જોઈને ફેન્સ ચોંક્યા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં પ્રોસ્થેટિક્સ ટીમનાં સભ્યો રણબીરનાં શરીરનાં હિસાબથી સાવધાનીપૂર્વક સિલિકોન ફેટ સૂટ બનાવી રહ્યાં છે જે તમે જોઈ શકો છો. આ એક્ટરની ત્વચાના રંગની સાથે ફિટ બેસે છે. આ સાથે ટીમની એક એક વસ્તુ પર ઝીણવટ પૂર્વક નજર રાખવામાં આવી છે. નાની-નાની બાબત પર સતત ધ્યાન આપવાને કારણે ક્લોઝ અપ શોટ્સ તેમજ મૂવમેન્ટ દરમિયાન કોઈને જાણ ન થાય કે આવું કંઈક કર્યું છે. ટીમે જે રીતે આ બાબત પર ધ્યાન આપ્યું છે એ  જોઈને ફેન્સ વખાણ કરી રહ્યાં છે. જો કે મોટાભાગનાં લોકો એવું માનતા હતા કે રણબીરે આ કેરેક્ટર માટે વજન વધાર્યું  હતું. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત એનિમલ મૂવીમાં રણબીર કપૂરે રણવિજયની ભૂમિકા નિભાવી હતી. આ એક હિંસક એક્શન ડ્રામા ફિલ્મ હતી. જો કે આ મૂવી બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *