સમગ્ર ભારતને દહેશતમાં મૂકનાર સતપાલ ફૌજી ગેંગનો મુખ્ય સાગરીત ઝડપાયો, 100થી વધારે ચોરીના ગુના સંડોવાયો

સમગ્ર ભારતને દહેશતમાં મૂકનાર સતપાલ ફૌજી ગેંગનો મુખ્ય સાગરીત ઝડપાયો, 100થી વધારે ચોરીના ગુના સંડોવાયો

બિઝનેસ BUSINESS
Spread the love


સુરત શહેર હદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શહેરમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાના હેતુથી સુરત શહેર ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સતત કામગીરી કરી રહી હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે દિનેશ ઉર્ફે લાલાજી વૃંદાવન શાહ, રહેવાસી સયાજી સમૃદ્ધિ ફ્લેટ, સિંગરવા, કઠવાડા રોડ, અમદાવાદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેલમાંથી શરૂ થયેલી ગુનાહિત મિત્રતા

પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આરોપી દિનેશ ઉર્ફે લાલાજી વર્ષ ૨૦૧૦માં અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક ચોરીના ગુનામાં ઝડપાયો હતો અને જેલમાં મોકલાયો હતો. જેલ દરમિયાન તેની ઓળખ ફુલસિંગ જાટ સાથે થઈ, જેના માધ્યમથી તે ઘરફોડ ચોરીના કુખ્યાત ગેંગ લીડર સતપાલ ઉર્ફે ફૌજી (ઓમપાલ સિંહ ચૌહાણ)ના સંપર્કમાં આવ્યો. સતપાલ ફૌજી હરિયાણાનો વતની છે. વર્ષ ૧૯૯૭માં આર્મીમાં ભરતી થઈ આઠ વર્ષ ફરજ બજાવ્યા બાદ કોર્ટ માર્શલ થતાં તે સેવામાંથી બહાર આવ્યો હતો. બાદમાં ગામમાં જમીનના ઝઘડામાં થયેલા હત્યાના ગુનામાં તે ગુડગાંવ જેલમાં ત્રણ વર્ષ રહ્યો, જ્યાં તેની ઓળખ રીઢા આરોપી ફુલસિંગ સાથે થઈ. જેલમાંથી છૂટ્યા બાદ તેણે સોમવીર, પરમવીર, સંજય જાંગીડ, વિકાસ, ભારતસિંહ તોમર અને દિનેશ જેવા શખ્સોને સાથે લઈ એક સંગઠિત ગેંગ ઉભી કરી. ૧૦૦થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓ કર્યા.

આ ગેંગે વર્ષો દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ૧૦૦થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ગેંગ દ્વારા ગુના કરાયેલા મુખ્ય શહેરો

  • ગુજરાત: અમદાવાદ, સુરત, જામનગર
  • મહારાષ્ટ્ર: નાસિક, છત્રપતિ સંભાજીનગર (ઓરંગાબાદ), સોલાપુર, નાગપુર, કોલ્હાપુર
  • મધ્યપ્રદેશ: ઇંદોર, ભોપાલ
  • તેલંગાણા: હૈદરાબાદ
  • આંધ્રપ્રદેશ: નેલ્લુર, વિજયવાડા, ગુંટુર, કર્નુલ
  • ઓડિશા: ભુવનેશ્વર
  • કર્ણાટક: હુબલી, સિમોગા, કારવાર
  • હરિયાણા,
  • દિલ્હી,
  • રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના અનેક શહેરો
જેલમાંથી છૂટ્યા બાદ નવી ગેંગ

ફેબ્રુઆરી ૨૦૨૫માં ઓડિશાના નયાપલ્લી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કેસમાં ભુવનેશ્વર જેલમાંથી મુક્ત થયા બાદ દિનેશ ઉર્ફે લાલાજીએ પોતાની અલગ ગેંગ બનાવી. સોમવીર ઉર્ફે સોનુ તોમર, મોનુ સોની સહિતના સાગરીતો સાથે મળીને તેણે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના વિવિધ શહેરોમાં છેલ્લા સમયમાં અંદાજે ૨૯ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ કર્યા હોવાનું કબૂલ્યું છે.

આરોપી વર્ષ ૨૦૨૦થી સુરત શહેરના ઉમરા વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના કેસમાં નાસતો ફરતો હતો. ગેંગની ચોરી કરવાની એમ.ઓ. (Modus Operandi) પોલીસ મુજબ, આ ગેંગની ચોરી કરવાની પદ્ધતિ ખૂબ જ આયોજનબદ્ધ હતી. ગેંગ મુખ્યત્વે દિવસના સમયે અને ફક્ત ફ્લેટોમાં જ ચોરી કરતી. દરવાજા બહાર પડેલા ન્યુઝપેપર, લાંબા સમયથી બંધ ફ્લેટ અથવા ધૂળ જામી હોય તેવા ફ્લેટને નિશાન બનાવતા. જો કોઈ વ્યક્તિ મળે તો પાડોશીના નામનો બહાનો બનાવી ત્યાંથી નીકળી જતા. નીચે વોચમાં રહેલો સાગરીત કોઈ આવતું દેખાય તો વોટ્સએપ કોલ દ્વારા જાણ કરતો. લોખંડના સળીયાથી તાળું તોડી બંધ ફ્લેટમાં પ્રવેશ કરી ઘરફોડ ચોરી કરતા. ૨૯ અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો. આરોપીની ધરપકડ બાદ સુરત ક્રાઇમ બ્રાંચે ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં થયેલા કુલ ૨૯ અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. જેમાં સુરતના ઉમરા વિસ્તારથી લઈને હૈદરાબાદ સુધીના કેસોનો સમાવેશ થાય છે.

લાંબો ગુનાહિત ઇતિહાસ

આરોપી દિનેશ ઉર્ફે લાલાજી સામે અમદાવાદ, ગાંધીનગર, જામનગર, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઓડિશાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૩૪થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું રેકોર્ડ પરથી બહાર આવ્યું છે. મોટાભાગના ગુનાઓ ઘરફોડ ચોરી અને ચોરી સંબંધિત કલમો હેઠળ નોંધાયેલા છે.

સુરત ક્રાઇમ બ્રાંચની મોટી સફળતા

સુરત શહેર ક્રાઇમ બ્રાંચની આ કાર્યવાહીથી માત્ર સુરત જ નહીં પરંતુ દેશભરમાં સક્રિય એક મોટા ઘરફોડ ચોરીના રેકેટને મોટો ફટકો પડ્યો છે. પોલીસ દ્વારા અન્ય સાગરીતોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *