રિમી સેને વર્ષ 2003 માં ફિલ્મ હંગામાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પહેલી ફિલ્મથી દર્શકો પર રાજ કરનાર આ એક્ટ્રેસ અચાનક ગાયબ થઈ છે. આ ફિલ્મથી રિમી સેનને નવી ઓળખ મળી છે. ત્યારબાદ કરિયરમાં ટોપ પર પહોંચી અને ટોપના સિતારાઓ સાથે જોવા મળી. સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગન અને જોન અબ્રાહમ જેવા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું અને આગળ વધી. બાગબાન, ધૂમ, ગરમ મસાલા, ક્યોં કી, ફિર હેરા ફેરી, ગોલમાલ અને જોની ગદ્દાર જેવી અનેક ફિલ્મોમાં કામ કરીને રિમી સેને અલગ ઓળખ બનાવી છે. 2000 ના દશકમાં જ્યારે પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફ જેવી અભિનેત્રીઓએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી રહી હતી એ પહેલાંથી રિમી સેનની ગણતરી ટોપમાં થતી હતી.

