VIDEO: જે કહ્યું, તે કરી બતાવ્યું! હાર્દિક પંડ્યાનું પરાક્રમ જોઈને કોચ ગંભીરના મોતીયા મરી ગયા, વીડિયો જોઈને વિશ્વાસ નહીં આવે

VIDEO: જે કહ્યું, તે કરી બતાવ્યું! હાર્દિક પંડ્યાનું પરાક્રમ જોઈને કોચ ગંભીરના મોતીયા મરી ગયા, વીડિયો જોઈને વિશ્વાસ નહીં આવે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ક્રિકેટ પ્રેમીઓની આતુરતાનો અંત થવા જઈ રહ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર પાંચ મેચની ટી20 ઇન્ટરનેશનલ સીરિઝની શરૂઆત 21 જાન્યુઆરીએથી થઈ રહી છે.

હાર્દિક પંડ્યાએ કોને આપી ચેતવણી?
હાર્દિક પંડ્યાએ કોને આપી ચેતવણી?

Hardik Pandya: ક્રિકેટ પ્રેમીઓની આતુરતાનો અંત થવા જઈ રહ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર પાંચ મેચની ટી20 ઇન્ટરનેશનલ સીરિઝની શરૂઆત 21 જાન્યુઆરીએથી થઈ રહી છે. આ સીરિઝની પહેલી મેચ નાગપુરમાં આવેલા વીસીએ સ્ટેડિયમમાં રમાશે. ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ હાર્યા પછી હવે ભારત પર ટી20 સીરિઝ જીતવા માટે પ્રેશર વધ્યું છે. જેને ધ્યાને લઈને ટીમ ઇન્ડિયા મેદાન પર ખૂબ પરસેવો પાડી રહી છે. BCCI દ્વારા પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ટીમના ખેલાડીઓ હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની દેખરેખમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.

વીડિયોમાં પ્રેક્ટિસ દરમિયાન બેટ્સમેન હાર્દિક પંડ્યાએ સ્ટેન્ડસમાં બેઠેલા ફેન્સને દૂર ખસી જવા માટે કહ્યું. જ્યાં તે શોટ રમવા માગતો હતો. વીડિયોમાં તેને કહેતો સાંભળી શકાય છે કે, “ઓ ભાઈઓ ત્યાં બેઠા છો તે ઉઠી જાઓ”. ત્યાર બાદ હેડ કોચે તેને પૂછ્યું, “નહીં તું ક્યાં ટારગેટ કરી રહ્યો છે, નોર્થ વિંગ?” ત્યાર બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ કંઈક કહેતો જોવા મળી રહ્યો છે. ત્યાર બાદ ગંભીરને સમજાવતા તેણે જણાવ્યું, “નોર્થ વિંગ છે ઉપર”, આ વચ્ચે તેણે હાથે ઈશારો પણ કર્યો.

આ દરમિયાન હાર્દિક પંડ્યાએ બેટિંગ કરવાનું શરૂ કર્યું. તેણે જેવું કહ્યું હતું, એવી જ રીતે બેટિંગ કરી બતાવી. જેને જોઈને ત્યાં હાજર તમામ લોકો નવાઈમાં પડી ગયા. અભિષેક શર્માનું રિએક્શન હતું, યાર યે તો… જ્યારે કેપ્ટન અને કોચ પણ આ શોટ જોઈને રાજીપો અને આશ્ચર્યને છુપાવી શક્યા નહીં.

ટી20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયા: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર અને ઈશાન કિશન (વિકેટકીપર).

ન્યૂઝીલેન્ડ: મિચેલ સેન્ટનર (કેપ્ટન), ડેવોન કોનવે, બેવન જેકબ્સ, ટિમ રોબિન્સન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, જેક ફોક્સ, ડેરિલ મિચેલ, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિંદ્ર, જેકબ ડફી, કાઈલ જેમિસન, ઈશ સોઢી અને મેટ હેનરી.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/રમત-જગત/

VIDEO: જે કહ્યું, તે કરી બતાવ્યું! હાર્દિક પંડ્યાનું પરાક્રમ જોઈને કોચ ગંભીરના મોતીયા મરી ગયા, વીડિયો જોઈને વિશ્વાસ નહીં આવે



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *