સમગ્ર ભારતમાં 54 ગુનાઓ, 800 કરોડથી વધુનું કૌભાંડ: 11 વર્ષથી વોન્ટેડ બે મુખ્ય આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા

સમગ્ર ભારતમાં 54 ગુનાઓ, 800 કરોડથી વધુનું કૌભાંડ: 11 વર્ષથી વોન્ટેડ બે મુખ્ય આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

સુરતના ક્રાઈમ બ્રાન્ચે બે મુખ્ય આરોપીઓ ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમખાનને પકડ્યા છે, જે ‘એન’ માર્ટના નામે મોલ ચલાવતાં અબજો રૂપિયાનું છેતરપિંડી કરતા હતા. આ આરોપીઓ પર 50-50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું અને બિહાર તથા અન્ય રાજ્યોમાં વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓમાં સંડોવાયેલા છે.

સુરત ક્રાઈમ બ્રાંચે 800 કરોડના કૌભાંડના 2 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા
સુરત ક્રાઈમ બ્રાંચે 800 કરોડના કૌભાંડના 2 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા

સુરત : સમગ્ર ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં કુલ 54 ગંભીર ગુનાઓ આચરી અને 800 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર, છેલ્લા 11 વર્ષથી બિહાર અને મહારાષ્ટ્ર પોલીસને વોન્ટેડ એવા બે મુખ્ય આરોપીઓને સુરત શહેર ક્રાઈમ બ્રાંચે પકડી પાડી મોટી સફળતા હાંસલ કરી છે.

બંને આરોપીઓ પર દરેક દીઠ 50-50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. સુરત શહેર દ્વારા બીજા રાજ્યોમાં ગુનાઓ આચરી સુરતમાં આવી છુપાઈ રહેતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમ દ્વારા એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડ દ્વારા સતત ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે કામગીરી હાથ ધરવામાં આવી.

પાલ આરટીઓ નજીકથી ધરપકડ. ક્રાઈમ બ્રાંચને મળેલ વિશ્વસનીય બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે સુરત શહેરના પાલ આરટીઓ વિસ્તારમાંથી મુખ્ય આરોપી ગોપાલ મોહનસિંહ શેખાવત (ઉ.વ. 59) મોહમ્મદ સલીમખાન મોહમ્મદ જિઆઉદ્દીન તસુરખાન (ઉ.વ. 49)ને ઝડપી લેવામાં આવ્યા. બંને આરોપીઓ સુરત શહેરમાં ન્યુ લુક મલ્ટીટ્રેડ પ્રા.લી. અને ન્યુ લુક રિટેલ્સ પ્રા.લી.ના ડાયરેક્ટર તરીકે કાર્યરત હોવાનું બહાર આવ્યું છે અને તેઓ અડાજણના હની પાર્ક રોડ વિસ્તારમાં રહેતા હતા.

‘એન’ માર્ટના નામે મહાઠગાઈ. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ પૂર્વયોજિત ગુનાહિત ઇરાદા સાથે ડુપ્લીકેટ દસ્તાવેજોના આધારે સુરતના અડાજણ વિસ્તારમાં ‘એન’ માર્ટ નામે મોલ શરૂ કર્યો હતો. આ મોલની ફ્રેન્ચાઇઝી આપવાના નામે દેશના અનેક રાજ્યોના હજારો લોકોને લલચાવી, કરોડો નહીં પરંતુ અબજો રૂપિયાનું રોકાણ કરાવી ભારે છેતરપિંડી કરવામાં આવી હતી. જે રોકાણકારોએ પૈસા પરત માંગ્યા તેમને આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવતી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

11 વર્ષથી ફરાર આ બંને આરોપીઓ બિહાર રાજ્યના બેગુસરાય જિલ્લાના નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી પકડાયેલા ન હતા. આ કેસમાં નામદાર કોર્ટ દ્વારા CrPC કલમ 70 મુજબ વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યા હતા, તેમજ બિહાર પોલીસના ડીઆઈજી દ્વારા દરેક આરોપી પર ₹50,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. દેશભરમાં ગુનાહિત ઇતિહાસ. આરોપીઓ વિરુદ્ધ આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચીટફંડ, છેતરપિંડી, વિશ્વાસઘાત, ખોટા દસ્તાવેજો બનાવવાના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ કેસોમાં IPC કલમ 420, 406, 409, 120(B), પ્રાઇઝ ચિટ અને મની સર્ક્યુલેશન એક્ટ, ડિપોઝિટર્સ પ્રોટેક્શન એક્ટ, જેમાં અનેક ગંભીર ધારાઓ લાગુ કરવામાં આવી છે.

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ અન્ય રાજ્યોમાં પણ અનેક ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત આપી છે. હાલ અન્ય 31 જેટલા ગુનાઓ અંગે વધુ તપાસ ચાલુ છે. બંને આરોપીઓને આગળની કાયદેસર કાર્યવાહી માટે સંબંધિત રાજ્યોને હવાલે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહીથી સુરત ક્રાઈમ બ્રાંચે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બીજા રાજ્યોમાં ગુના કરીને સુરતમાં છુપાઈ જનાર કોઈપણ આરોપી હવે બચી શકશે નહીં.”

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/સુરત/

સમગ્ર ભારતમાં 54 ગુનાઓ, 800 કરોડથી વધુનું કૌભાંડ: 11 વર્ષથી વોન્ટેડ બે મુખ્ય આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *