શ્રવણ રાઠોડે આગળ જણાવ્યું કે નદીમે જવાબ આપતા કહ્યું કે તાહિર સાહબ અમે માર્કેટમાં તો 10 લાખ રુપિયા લઈ રહ્યા છીએ, પણ તમારી પાસેથી અમે 11 લાખ લઈશું. તાહિર સાહેબ થોડા નારાજ થઈ ગયા. તેઓ બોલ્યા, આવો ભેદભાવ કેમ? જો તમે માર્કેટમાં 10 લાખ લઈ રહ્યા છો, તો પછી અમે તો 5 લાખ જ આપીશું. નદીમે કહ્યું કે, નહીં…તમારે એક લાખ વધારે આપવા પડશે. આ પૈસા તમારે દંડ તરીકે આપવા પડશે. તેમણે કહ્યું કે આ દંડ કઈ વાતનો? તેના પર નદીમે કહ્યું કે, 1982માં તમારી સાથે અમારી જે બેઠક થઈ હતી, તે સમયે તમે એક શબ્દ કહ્યો હતો કે અમારું મ્યૂઝિક મેચ્યોર નથી.

