આ રીતે તમારા આધારકાર્ડને કરી દો લોક, કોઈ મિસયુઝ નહીં કરી શકે

આ રીતે તમારા આધારકાર્ડને કરી દો લોક, કોઈ મિસયુઝ નહીં કરી શકે

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

આધારકાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ છે. આમ, વાત કરવામાં આવે તો દિવસેને દિવસે સતત ફ્રોડનાં કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આધારકાર્ડને લોક કરવું ખૂબ જરૂરી છે. તો જાણો આ માટે શું કરશો?

આ પ્રોસેસ એકદમ સરળ છે.
આ પ્રોસેસ એકદમ સરળ છે.

Aadhaar Card Lock: આજકાલ આધારકાર્ડનો ઉપયોગ બેન્કિંગ, મોબાઇલ કનેક્શન અને સરકારી સેવાઓથી લઈને બીજા અનેક નાના-મોટા કામમાં થાય છે. એવામાં જો ડેટાનો ખોટો ઉપયોગ થાય છે તો તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. આમ, UIDAI એ લોક અને અનલોક સુવિધા આધાર યુઝર્સને આપી છે. આ સુવિધા આધાર યુઝર્સ સાથે જોડાયેલી આધારથી બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરીને અસ્થાયી રીતે લોક કરવાની ફેસિલિટી આપે છે.

આધાર લોક ફીચર

એકવાર આધાર લોક થઈ જવા પર આંગળીઓનાં નિશાન અને સ્કેન વેરિફિકેશન માટે ઉપલબ્ધ થતા નથી. આનો અર્થ એ થાય છે કે કોઈ પણ વ્યક્તિ તમારાં આધારકાર્ડનું બાયોમેટ્રિક વેરિફિકેશન તેમજ ઓથેન્ટિકેશન કરી શકશે નહીં. આ ખાસ કરીને ત્યારે ઉપયોગી બને છે જ્યારે આધારકાર્ડની જાણકારી અનેક જગ્યાએ શેર કરવામાં આવી હોય તેમજ તમે તમારા આધારકાર્ડનો ખોટો ઉપયોગ થતો રોકવા ઇચ્છો છો.

આધારકાર્ડ બાયોમેટ્રિક્સ લોક થવા પર, બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ તેમજ આઇરિસ) ઓથેન્ટિકેશન પર નિર્ભર સર્વિસ પર અનલોક થવા સુધી અનુપલબ્ધ બની જાય છે. આમાં ઇ-કેવાયસી, સિમનું વેરિફિકેશન અને કેટલીક બેન્કિંગ સર્વિસ શામેલ છે. આની ઓળખનો દુરુપયોગ થવા પર છેતરપિંડીનું જોખમ ઓછું થઈ જાય છે અને બાયોમેટ્રિક ડેટાનો ખોટો યુઝ થતો રોકી શકો છો. ખાસ વાત તો એ છે કે આધાર લોક કરવા પર તમારો આધાર નંબર કેન્સલ થતો નથી અને પેન લિંકિંગ તેમજ ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન જેવી નોન-બાયોમેટ્રિક સર્વિસ પણ બંધ થતી નથી.

UIDAI વેબસાઇટથી બાયોમેટ્રિક લોક કરવાની રીત

  • UIDAI ની વેબસાઇટ resident.uidai.gov.in/aadhaar-lockunlock કરો.
  • ત્યારબાદ UID Lock રેડિયો બટન સિલેક્ટ કરો.
  • પછી તમારો 12 આંકડાનો આધાર નંબર, પૂરું નામ અને પિન કોડ નાખો.
  • ‘Ship OTP’ પર ક્લિક કરો, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલો OTP નોંધો અને સબમિટ કરો.
  • આ રીતે આધારનાં બાયોમેટ્રિક્સ UIDAI નાં સેલ્ફ સર્વિસ પોર્ટલ દ્વારા લોક કરી શકો છો. એકવાર વેરિફાય થઈ જાય એટલે ઓથેન્ટિકેશન તરત ડિસેબલ થઈ જાય છે અને આ પ્રોસેસ માટે કોઈ ચાર્જ થતો નથી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *