સુરતના દરિયામાં નાવિકોથી ભરેલી બોટ પલટી જતા દોડધામ મચી ગઈ. મગદલ્લાથી હજીરા વચ્ચે બોટ સ્પર્ધા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મગદલ્લાથી હજીરા સુધીના રૂટ પર જ્યારે નાવિકો પૂરા જોશથી આગળ વધી રહ્યા હતા, ત્યારે અચાનક બેલેન્સ બગડવાને કારણે એક બોટ ઊંધી વળી ગઈ. જો કે નાવિકો અનુભવી હતા અને તેમને સારી રીતે તરતા પણ આવડતું હતું. પાણીમાં પડતાની સાથે જ નાવિકોએ હિંમત ન હારી અને પોતાની સૂઝબૂઝથી સલામત રીતે પાણીની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. મધ દરિયે થયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
Source link
