વિરાટ કોહલીએ 85મી સદી ફટકારી રચ્યો ઇતિહાસ, એક ઝાટકે વીરેન્દ્ર સહેવાગ અને રિકી પોન્ટિંગને પાછળ છોડ્યા

વિરાટ કોહલીએ 85મી સદી ફટકારી રચ્યો ઇતિહાસ, એક ઝાટકે વીરેન્દ્ર સહેવાગ અને રિકી પોન્ટિંગને પાછળ છોડ્યા

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

Virat Kohli: વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ યથાવત છે. કોહલી 2025માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ત્રીજી વનડે મેચથી ફોર્મમાં આવ્યો હતો અને ત્યારથી તે લગભગ દરેક મેચમાં રન બનાવી રહ્યો છે.

વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ
વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ

Virat Kohli: વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ યથાવત છે. કોહલી 2025માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ત્રીજી વનડે મેચથી ફોર્મમાં આવ્યો હતો અને ત્યારથી તે લગભગ દરેક મેચમાં રન બનાવી રહ્યો છે. સાઉથ આફ્રિકાની વનડે સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ ધમાકેદાર શરૂઆત કરી. પહેલી મેચમાં વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી. તે માત્ર 7 રનથી પોતાની સદી ચૂકી ગયો. ત્યાર બાદ બીજી મેચમાં તે માત્ર 23 રન બનાવી શક્યો, પરંતુ ત્રીજી મેચમાં તક મળતા જ ફરી શાનદાર સદી ફટકારી દીધી.

વિરાટ કોહલીએ માત્ર 91 બોલ પર પોતાની સદી પૂરી કરી, જે તેની વનડે કરિયરની 54મી સદી છે. જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ તેની 85મી સદી છે. આમ વિરાટ અને સૌથી વધુ 100 ઇન્ટરનેશનલ સદી ફટકારનાર સચિન તેંડુલકરની વચ્ચે 15 સદીનું અંતર છે. જો વિરાટ કોહલી આ જ ગતિથી સદી ફટકારતો રહ્યો તો, સચિનનો આ વર્લ્ડ રેકોર્ડ તૂટી શકે છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન

  • સચિન તેંડુલકર – 100
  • વિરાટ કોહલી – 85
  • રિકી પોન્ટિંગ – 71
  • કુમાર સંગાકારા – 63
  • જેક કાલિસ – 62
  • જો રૂટ – 60

વિરાટ કોહલીએ 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં 7મી વાર સદી પૂરી કરવાનું કામ કરી બતાવ્યું છે. તેની સાથે જ તે ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે વીરેન્દ્ર સહેવાગ અને રિકી પોન્ટિંગ જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી આ ઉપલબ્ધિ મેળવી છે.

ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સદી

  • વિરાટ કોહલી – 7 સદી
  • વીરેન્દ્ર સહેવાગ – 6 સદી
  • રિકી પોન્ટિંગ – 6 સદી
  • સચિન તેંડુલકર – 5 સદી
  • મહેલા જયવર્ધને – 5 સદી



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *