બે આખલાઓ બાખડતા-બાખડતા સીધા ફરસાણની દુકાનમાં ઘૂસી ગયા અને ભારે તોડફોડ કરી. ખંભાળિયાના સલાયામાં આખલાએ ભારે આતંક મચાવ્યો. ફરસાણની દુકાનમાં આખલો ઘૂસી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો. રસ્તા પર લડતા બે આખલા બેફામ બન્યા. જેમાંથી એક આખલો દોડીને ફરસાણની દુકાનની અંદર ઘૂસી ગયો. દુકાનદાર ફરસાણ તૈયાર કરી રહ્યો હતો ત્યારે જ આખલો અંદર ઘુસી ગયો અમે તમામ સામાન વેર વિખેર કરી નાખ્યો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ. સ્થાનિકો અને વેપારીઓનો આક્ષેપ છે કે સલાયામાં રખડતા ઢોરનો ત્રાસ અવારનવાર જોવા મળે છે, છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ નક્કર કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Source link
