U-19 ભારત-બાંગ્લાદેશના કેપ્ટને કેમ હાથ મિલાવ્યાં નહીં? બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે વિવાદ પર કર્યો મોટો ખુલાસો

U-19 ભારત-બાંગ્લાદેશના કેપ્ટને કેમ હાથ મિલાવ્યાં નહીં? બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે વિવાદ પર કર્યો મોટો ખુલાસો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવની અસર ક્રિકેટ મેદાન પર પણ જોવા મળી રહી છે. ICC અંડર 19 વર્લ્ડ કપ ગ્રુપ A મેચ પહેલા બંને ટીમોના કેપ્ટને પરંપરા અનુસાર હાથ મિલાવ્યા નહીં. હવ આ અંગે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સ્પષ્ટતા કરી છે.

ભારત-બાંગ્લાદેશ અંડર 19 મેચ
ભારત-બાંગ્લાદેશ અંડર 19 મેચ

અમદાવાદ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવની અસર ક્રિકેટ મેદાન પર પણ જોવા મળી રહી છે. ICC અંડર 19 વર્લ્ડ કપ ગ્રુપ A મેચ પહેલા બંને ટીમોના કેપ્ટને પરંપરા અનુસાર હાથ મિલાવ્યા નહીં. જો કે, ત્યાર બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું કે, તેના કેપ્ટને જાણી જોઈને આવું કર્યું નથી. તે એક નાનકડી ભૂલ હતી. વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ અને ભારતના કેપ્ટન આયુષ મ્હાત્રે અને બાંગ્લાદેશના વાઇસ કેપ્ટન જવાદ અબરાર ટોસ માટે આવ્યાં હતા, પરંતુ ટોસના પહેલા કે પછી બંનેએ હાથ મિલાવ્યાં નહીં.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે બાદમાં નિવેદન આપ્યું કે, આ ભૂલ જાણી જોઈને નથી થઈ. થોડી વાર માટે ધ્યાન ભટકી ગયું હતું. બોર્ડે ઢાકામાં કહ્યું કે, વિરોધી ટીમ પ્રત્યે કોઈ અસભ્યતા કે અનાદર વ્યક્ત કરવાનો ઇરાદો નહોતો. નિયમિત કેપ્ટન અજીજુલ હકીમ બીમાર હતો, એટલે ટોસ માટે આવી શક્યો નહીં અને વાઇસ કેપ્ટન જવાદ અબરાર ઉપસ્થિત હતો. બોર્ડે સ્પષ્ટ કર્યું કે, વિરોધી કેપ્ટન સાથે હાથ ન મિલાવવાની ઘટના સંપૂર્ણ રીતે અજાણતામાં થઈ હતી અને નાનકડી ચૂકના કારણે આવું થયું. વિરોધી ટીમ પ્રત્યે કોઈ અનાદર કે અસભ્યતા વ્યક્ત કરવાનો હેતુ નહોતો. બોર્ડે કહ્યું કે, તેણે આ મામલાને ગંભીરતાથી લીધો છે.

ક્રિકેટની ભાવના જાળવી રાખવી અને વિરોધીઓનું સન્માન કરવું બાંગ્લાદેશ માટે ખૂબ જ જરૂરી છે અને ટીમ મેનેજમેન્ટ આ વિશે તરત જણાવી દેવામાં આવ્યું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ મેદાનની અંદર અને બહાર ક્રિકેટના મૂલ્યો માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. નોંધનીય છે કે, ગત વર્ષે એશિયા કપ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે હાથ ન મિલાવવાની નીતિ ચાલી રહી છે. જે પહલગામ નરસંહાર બાદ શરૂ થઈ હતી.

હાલના દિવસોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજનૈતિક અને ક્રિકેટ સંબંધ ઘણા ખરાબ થયા છે. ભારતના ઘણા ભાગોમાં બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર કથિત અત્યાચારના વિરોધમાં ઘણી રેલીઓ થઈ છે. ક્રિકેટ સંબંધ ત્યારે વધુ બગડ્યાં જ્યારે બીસીસીઆઈએ કોલકાતા નાઇટ રાઇડર્સને બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનનો આઈપીએલ કોન્ટ્રાક્ટ રદ કરવાનું કહ્યું. ત્યાર બાદ બાંગ્લાદેશે આઈસીસીને ખેલાડીઓ, અધિકારીઓ અને ફેન્સની સુરક્ષાનો હવાલો આપતા ટી20 વર્લ્ડ કપ મેચોને કોલકાતા અને મુંબઈથી બીજી જગ્યાએ યોજવાની માંગ કરી છે. આ વિશે હાલ આઈસીસી અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચે વાતચીત ચાલી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *