મહેસાણાના આંબલીયાસણમાં 14 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાનો કેસ, 42 વર્ષીય આરોપીને 30 વર્ષની સખત કેદની સજા

મહેસાણાના આંબલીયાસણમાં 14 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાનો કેસ, 42 વર્ષીય આરોપીને 30 વર્ષની સખત કેદની સજા

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


મહેસાણા જિલ્લાના આંબલીયાસણમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ચકચારી કેસમાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 30 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 42 વર્ષીય આરોપી સત્યનારાયણ ગોસ્વામીએ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે બે માસની મહેનત બાદ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાં જ ભોગ બનનાર સગીરાને 1 લાખ વળતર ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે.

કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ એન. એસ. શાહ દ્વારા કેસ ચલાવવામાં આવ્યો હતો, જ્યારે સજાના મુદ્દે સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ ધારદાર દલીલો કરી હતી. મૂળ ફરિયાદીના વકીલ વિજય દવે દ્વારા પણ લેખિત દલીલો રજૂ કરવામાં આવી હતી. સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણી આરોપીને 30 વર્ષની જેલની સજા ફટકારી છે.

મહેસાણા સ્પેશિયલ પોક્સો કોર્ટે સજાની સાથે ભોગ બનનાર સગીરાને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. પિતાની સમાન ઉંમરના શખ્સે સગીરા સાથે કરેલા આ અપરાધમાં કોર્ટે કડક વલણ અપનાવતા સમાજમાં એક મજબૂત સંદેશ પહોંચ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *