અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક રાજ્યના નવા DGP, ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક રાજ્યના નવા DGP, ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


G S Malik Gujarat DGP : ગુજરાતના પોલીસ બેડામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર અને 1993 બેચના વરિષ્ઠ IPS અધિકારી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક (જી. એસ. મલિક) ને ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા તરીકે નિયુક્ત કર્યા છે. શનિવાર, 6 જૂન 2026ના રોજ ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમની નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. 

પાંચ મહિના બાદ કાયમી ડીજીપીની નિમણૂક 

રાજ્યમાં 1 જાન્યુઆરી, 2026થી વરિષ્ઠ IPS અધિકારી કે. એલ. એન. રાવ ઇન્ચાર્જ ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. કે.એલ.એન રાવ CID ક્રાઇમ અને જેલમાં ડીજી તરીકે યથાવત રહેશે. લગભગ પાંચ મહિનાના સમયગાળા બાદ રાજ્ય સરકાર દ્વારા કાયમી ડીજીપીની નિમણૂક કરવામાં આવી છે.

જી. એસ. મલિકની નવી નિમણુકથી અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળશે. 1993ની બેચના IPS જી.એસ.મલિક BSF અને CISFના ADG પણ રહી ચૂક્યા છે.

રાજ્યપાલના આદેશથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ

આ આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે અને તેમના હુકમથી જારી કરવામાં આવ્યો છે. આ નોટિફિકેશનની નકલ મુખ્યમંત્રી કચેરી, સચિવાલયના વિવિધ વિભાગો, કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલય નવી દિલ્હી તેમજ ગુજરાત કેડરના તમામ IPS અધિકારીઓ અને સંબંધિત એકાઉન્ટ ઓફિસરોને જરૂરી વહીવટી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવી છે.

જી. એસ. મલિકની આ નિમણૂક પે-મેટ્રિક્સના એપેક્સ સ્કેલ લેવલ 17 મુજબ ફિક્સ રૂ. 2,25,000ના પગાર ધોરણ સાથે કરવામાં આવી છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *