In the present day Newest Information Stay Replace in Gujarati 6 January 2026: ગુજરાતમાં એક પછી એક કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાતે 2 વાગ્યે અંગ્રેજીમાં મેઈલ કરી RDXથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય કોર્ટ બાદ આજે એટલે કે 24 કલાકની અંદર વધુ એક કોર્ટને ધમકી મળી છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.આ ધમકીને પગલે કોર્ટ કાર્યવાહી કરાઈ સ્થગિત કરવામાં આવી છે. તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટમાં તપાસ કરી છે.
-
Jan 06, 2026 11:58 IST
In the present day Information Stay: હાઇકોર્ટ સહિત સુરત, અમદાવાદ અને ભરૂચની કોર્ટને ઉડાવી દેવાની ધમકી
ગુજરાતમાં એક પછી એક કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાતે 2 વાગ્યે અંગ્રેજીમાં મેઈલ કરી RDXથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય કોર્ટ બાદ આજે એટલે કે 24 કલાકની અંદર વધુ એક કોર્ટને ધમકી મળી છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.આ ધમકીને પગલે કોર્ટ કાર્યવાહી કરાઈ સ્થગિત કરવામાં આવી છે. તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટમાં તપાસ કરી છે.
-
Jan 06, 2026 09:31 IST
In the present day Information Stay: પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું નિધન
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આજે મંગળવારે બપોરે 2 વાગ્યે તેમના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે તેમના ઘરે રાખવામાં આવશે, ત્યારબાદ સાંજે અંતિમ દર્શન કરવામાં આવશે. કલમાડીનું મહારાષ્ટ્રના પુણેમાં અવસાન થયું.
-
Jan 06, 2026 07:25 IST
In the present day Information Stay: વેનેઝુએલાના રાષ્ટ્રપતિ મહેલ નજીક ગોળીબાર
વેનેઝુએલાની રાજધાની સાન જુઆનમાં રાષ્ટ્રપતિ મહેલ નજીક ગોળીબાર અને વિસ્ફોટના અવાજો સંભળાયા હતા. સુરક્ષા દળોએ રાષ્ટ્રપતિ મહેલ (મીરા ફ્લોરેસ પેલેસ) ઉપર ઉડતા અજાણ્યા ડ્રોન પર ગોળીબાર કર્યો હતો. આ તંગદિલીભરી ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
